36.2 C
Gujarat
Thursday, October 8, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : ટોરડા હાઈસ્કૂલનું ગૌરવ ‘વિકસિત ભારત 2047’ ચિત્ર સ્પર્ધામાં અસારી કેલીશ...

અરવલ્લી : ટોરડા હાઈસ્કૂલનું ગૌરવ ‘વિકસિત ભારત 2047’ ચિત્ર સ્પર્ધામાં અસારી કેલીશ જિલ્લામાં પ્રથમ ક્રમે 

0

‘વિકસિત ભારત – 2047’ અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત ‘સેવા અને સુશાસન’ વિષયક ચિત્ર સ્પર્ધાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં માતૃશ્રી ડી. સી. સોની, વિદ્યાલય, ટોરડાનો વિદ્યાર્થી અસારી કેલીશ સંજયભાઈએ અરવલ્લી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા, ટોરડા ગામ સહિત સમગ્ર શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.વિદ્યાર્થીની સિદ્ધિ બદલ શ્રી નવજીવન એજ્યુકેશન ટ્રસ્ટ, ટોરડાના ટ્રસ્ટીઓ દ્વારા અસારી કેલીશ સંજયભાઈ, તેમના વાલી, સમગ્ર શાળા પરિવાર, શાળાના આચાર્ય પિનાકીન એન. પટેલને બિરદાવ્યા હતા.ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીની કલાત્મક પ્રતિભા, સર્જનાત્મક અભિગમને બિરદાવી ભવિષ્યમાં આવી જ શ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.વિરાટ સિદ્ધિ મેળવવા બદલ શાળામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.શિક્ષણની સાથે-સાથે સર્જનાત્મકતા, રાષ્ટ્રીય ભાવના, સેવા અને સુશાસનના મૂલ્યોનું સિંચન કરતી શાળાના પ્રયાસોને સફળતાથી વધુ પ્રેરણા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!