હો રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘેર જાવુ ગમતું નથી હે મારા માથે છે યમનાજીની હેલ રે ઘેર જાવુ ગમતું નથી
અરવલ્લી જીલ્લા સહિત મોડાસા શહેરમાં આસો નવરાત્રીની છેલ્લી રાત એટલે નવમું નોરતુ હોવાથી ગરબા મેદાનો અને માંડવીઓમાં ખેલૈયાઓ અને દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી મોડાસા શહેરના ગરબા મેદાનોમાં પગ મુકવાની જગ્યા રહી ન હતી ખેલૈયાઓ ગરબાના તાલે મનમૂકીને ઝૂમી ઉઠ્યા હતા સવાર સુધી ગરબા મેદાન છોડવા તૈયાર ન થતા અનેરો નજારો સર્જાયો હતો સંચાલકોએ ખેલૈયાઓને ખમ્મા કરોની વિનંતી કરી આવતા વર્ષે વહેલા આવવા આજીજી કરી હતી





