13 જુગારી માત્ર 17,350 રોકડ ચલણી લઈને બેઠા હતા, બોલો…!!
જુગારીઓને ઝડપવા માટે ટાઉન પોલિસે દિવસ રાત એક કરી!!
ફરાર જુગારીઓ પણ ઝડપથી પકડાઈ જશે, તે વાત નક્કી!!
અરવલ્લી: મોડાસામાં જુગારની રમત ચાલી રહી હતી, પોલીસ પહોંચી અને ત્રણ ખેલાડીઓ પોલીસના હાથે આવી ગયા! હવે બાકીના ખેલાડીઓની શોધખોળ ચાલી રહી હોવાની ચર્ચા છે. જાણે જુગારની રમતમાં પત્તાંની સાથે સંતાકૂકડીની રમત પણ શરૂ થઈ ગઈ હોય!
મોડાસાના બાગે નિશાદ સોસાયટી વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ પત્તાં વડે હારજીતનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે મોડાસા ટાઉન પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસની વિગતો મુજબ, રૂ.17,350 રોકડ, છ મોટરસાઇકલ-એક્ટિવા અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.5,07,350નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કુલ 13 આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરાઈ હોવાનું જણાવાયું છે. આ સમગ્ર ઘટનામાં એક વાત ચોક્કસથી ફલિત થાય છે કે, 13 જુગારી માત્ર 13 હજાર જેટલી જ રકમ લઈને જુગાર રમવા આવ્યા હતા!! હવે ફરાર જુગારીઓને ઝડપવા માટેની ઝાળી પણ નંખાઈ ગઈ છે, કારણ કે, પકડવા તો પજશે જ ને!!
ફરાર જુગારીઓને પકડવા માટે ડી-સ્ટાફ સક્રિય હોવાનું જણાય છે. આ ઉત્સાહ જોઈને સવાલ થાય કે, ટાઉન પોલિસ જુગારીઓને ઝડપથી પકડી પાડશે… આવો ઉત્સાહ અન્ય ક્રાઈમની ઘટનામાં જોવા નથી મળતો, તે વાત ને પણ નકારી શકાતી નથી.
અગાઉ પણ મોડાસા ટાઉન વિસ્તારમાં જુગારના એક કેસની તપાસ અન્ય અધિકારીને સોંપાઈ હોવાની ચર્ચા રહી હતી. ત્યારે હવે જિલ્લા પોલીસ વડા જુગાર ના કેસમાં રૂચી દાખવે તે જરૂરી છે.. બાકી તો, વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં પેલિસ કોઈ કચાશ રાખશે નહીં!!





