28.7 C
Gujarat
Monday, October 26, 2026
Home HeadLines અરવલ્લી : ભિલોડા APMCના ચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ સિસોદિયા અને વા. ચેરમેન...

અરવલ્લી : ભિલોડા APMCના ચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ સિસોદિયા અને વા. ચેરમેન તરીકે દિલીપ કટારા બિનહરીફ

0

 

અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ, ભાજપ સમર્થિત ઉમેદવારોની બિનહરીફ વરણીથી સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

ભિલોડા એપીએમસી (કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ)ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચૂંટણીમાં ચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ સિસોદિયા અને વાઇસ ચેરમેન તરીકે દિલીપ કટારા બિનહરીફ ચૂંટાયા હતા

ચેરમેન પદ માટે હિતેન્દ્રસિંહ સિસોદિયાના નામનું મેન્ડેટ આવતાં તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેવી જ રીતે વાઇસ ચેરમેન પદ માટે દિલીપ કટારાના નામનું મેન્ડેટ આવતાં તેમણે પણ ઉમેદવારી નોંધાવી હતી. બંને પદ માટે અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી હિતેન્દ્રસિંહ સિસોદિયા અને દિલીપ કટારા બિનહરીફ ચૂંટાયા હતા.નોંધનીય છે કે હિતેન્દ્રસિંહ સિસોદિયા વર્ષ 2008થી ભિલોડા એપીએમસીના ચેરમેન પદે કાર્યરત છે. તેમની ફરી વરણી થતાં સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.ભાજપ સમર્થિત ઉમેદવારો ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાતાં ભાજપ સંગઠનમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે સમર્થકોએ બંને ચૂંટાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!