28.7 C
Gujarat
Monday, October 26, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : હોટલ પર હુમલાના કેસમાં શામળાજી પોલીસે 8 આરોપીઓને જેલ ભેગા...

અરવલ્લી : હોટલ પર હુમલાના કેસમાં શામળાજી પોલીસે 8 આરોપીઓને જેલ ભેગા કર્યા,તપાસનો ધમધમાટ યથાવત

0

 

હોટલના ભાડા અને હિસાબના મુદ્દે તકરાર બાદ સંચાલક અને પરિવારજનો પર લાકડીઓ-ધારદાર હથિયારોથી હુમલાનો આક્ષેપ

અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે પર નવા વેણપુર ગામની સીમમાં આવેલી આશીર્વાદ હોટલ ખાતે થયેલી મારામારીના કેસમાં શામળાજી પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી આઠ આરોપીઓ સહિત કાયદાના સંઘર્ષ હેઠળ આવેલા એક બાળ કિશોરને ઝડપી પાડ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગત 14 ઓક્ટોબર, 2026ના રોજ આશીર્વાદ હોટલના ભાડા અને હિસાબના મુદ્દે તકરાર થઈ હતી. આ દરમિયાન કેટલાક ઇસમોએ હોટલના સંચાલક અને તેમના પરિવારજનો પર લાકડીઓ તથા ધારદાર હથિયારો વડે હુમલો કરી મારામારી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. બનાવમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે શામળાજી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે આઠ પુખ્ત આરોપીઓ અને એક બાળ કિશોરને ઝડપી પાડ્યા છે.

ઝડપાયેલા આરોપીઓનાં નામ

1. અનિલકુમાર સુરેશભાઈ બોડાત (ઉંમર 20 વર્ષ) — રહે. હાથિયા, તા. ભિલોડા, જી. અરવલ્લી.

2. સાહીલ પરેશભાઈ બોડાત (ઉંમર 19 વર્ષ) — રહે. હાથિયા, તા. ભિલોડા, જી. અરવલ્લી.

3. જયેન્દ્ર ઉર્ફે નાનું કિરણભાઈ ડામોર (ઉંમર 19 વર્ષ) — રહે. હાથિયા, તા. ભિલોડા, જી. અરવલ્લી.

4. ગૌતમ સિદ્ધરાજભાઈ બોડાત (ઉંમર 18 વર્ષ) — રહે. હાથિયા, તા. ભિલોડા, જી. અરવલ્લી.

5. ધ્રુમીલ અશોકભાઈ બોડાત (ઉંમર 22 વર્ષ) — રહે. હાથિયા, તા. ભિલોડા, જી. અરવલ્લી.

6. રણજીતકુમાર કાંતિભાઈ ડામોર (ઉંમર 20 વર્ષ) — રહે. અણસોલ, તા. શામળાજી, જી. અરવલ્લી.

7. સાગર કાંતિભાઈ ગામેતી (ઉંમર 21 વર્ષ) — રહે. શામળપુર, તા. શામળાજી, જી. અરવલ્લી.

8. ચિરાગભાઈ મહેશભાઈ ડામોર (ઉંમર 22 વર્ષ) — રહે. હાથિયા, તા. ભિલોડા, જી. અરવલ્લી.

9. કાયદાના સંઘર્ષ હેઠળ આવેલ એક બાળ કિશોર.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર રેન્જ તથા અરવલ્લી-મોડાસાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે ઝડપાયેલા આરોપીઓની ગુનામાં સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદાની જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!