32.6 C
Gujarat
Friday, November 13, 2026
Home HeadLines આનંદો : વહીવટી તંત્રની મોડાસા દેવરાજ મંદિરથી સહયોગ ચોકડી બાયપાસ રોડ પર...

આનંદો : વહીવટી તંત્રની મોડાસા દેવરાજ મંદિરથી સહયોગ ચોકડી બાયપાસ રોડ પર ઓવરબ્રિજ બનાવવા સરકારમાં દરખાસ્ત 

0

જીલ્લા કલેકટર મિલિન્દ બાપાનાએ ઓવરબ્રિજ માટેની સરકારમાં દરખાસ્ત કરી હોવાનું જણાવ્યું હતું

મોડાસાના બાયપાસ રોડ પર ઓવરબ્રિજ બનતા અસહ્ય ટ્રાફિકથી લોકોને છુટકારો મળશે

જીલ્લા વહીવટી તંત્રના મોડાસા બાયપાસ રોડ પર ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત કરી હોવાનું બહાર આવતા લોકોમાં આનંદ છવાયો 

 

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર માંથી પસાર થતો હાઇવે દિલ્હીથી મુંબઈને જોડાતો શોર્ટ કર્ટ હોવાથી મોટી સંખ્યામાં બાયપાસ રોડ પરથી ટ્રક કન્ટેનર અને વાહનો પસાર થતા મેઘરજ રોડ બાયપાસ ચોકડી અને માલપુર રોડ બાયપાસ ચોકડી પર ભારે ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા હતા ત્યારે જીલ્લા વહીવટી તંત્રએ ટ્રાફિકજામ ની સમસ્યાથી બાયપાસ રોડ પર બે કિમી ઓવરબ્રિજ બનાવવા સરકારમાં દરખાસ્ત મોકલી આપવામાં આવતા લોકોમાં આનંદ છવાયો છે

 

મોડાસા શહેરનો બાયપાસ રોડ સતત ભાર વાહક વાહનોથી ધમધમતા મેઘરજ બાયપાસ ચોકડી અને માલપુર રોડ બાયપાસ ચોકડી પર મસમોટા ટ્રાફિકની રોજિંદી સમસ્યાથી શહેરીજનો અને વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા હતા ત્યારે જીલ્લા વહીવટી તંત્રએ દેવરાજધામ ચોકડીથી સહયોગ ચોકડી સુધીના બે કિલોમીટર બાયપાસ રોડ પર ઓવરબ્રિજ બનાવવા માટેની દરખાસ્ત મોકલી આપવામાં આવતા આગામી સમયમાં મોડાસા શહેરના પ્રજાજનો અને વાહનચાલકોને ટ્રાફિકજામથી છુટકારો મળવાના એંધાણ વર્તાતા આનંદ છવાયો છે

 

મોડાસા શહેરના બાયપાસ રોડ પર મસમોટા કોમ્પ્લેક્ષ અને રહેણાંક સોસાયટીઓ નિર્માણ થઇ રહી છે ત્યારે બિલ્ડર લોબી અને કોમ્પ્લેક્ષ માં નાણાં રોકનાર રાજનેતાઓ ઓવરબ્રીજની દરખાસ્ત અટકાવવા માટે હવનમાં હાડકા નાખશેની ચર્ચાએ જોર પકડ્યું છે

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!