25.3 C
Gujarat
Saturday, November 14, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસાના મેઘરજ રોડ પર રખડતા ઢોર અને બમ્પના અભાવે ત્રિપલ...

અરવલ્લી : મોડાસાના મેઘરજ રોડ પર રખડતા ઢોર અને બમ્પના અભાવે ત્રિપલ અકસ્માત, CCTV કેમેરામાં કેદ

0

 

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના મેઘરજ રોડ પર પાવન સિટી નજીક હનુમાનજી મંદિર પાસે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. કાર, બાઈક અને પશુ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજ રોડ પર પુરઝડપે આવી રહેલી બાઈક કારની અડફેટે આવી હતી. કાર સાથે ટક્કર થતાં બાઈક ચાલક હવામાં ફંગોળાયો હતો અને ત્યારબાદ બાઈક પશુ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક ચાલકને ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTV ફૂટેજમાં બાઈક ચાલક કારની અડફેટે આવ્યા બાદ હવામાં ફંગોળાતો હોવાનો બનાવ જોવા મળી રહ્યો છે. મોડાસાના મેઘરજ રોડ પર બનેલી આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને વાહનચાલકોની ઝડપ સામે સવાલો ઊભા કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!