25.3 C
Gujarat
Saturday, November 14, 2026
Home HeadLines દિલ્હી : અંડર-19 એશિયા કપમાં ભારત ચેમ્પિયન,પાકના 337 રન ઓછા પડ્યા,સુરેન્દ્રનગરનો મોહિત...

દિલ્હી : અંડર-19 એશિયા કપમાં ભારત ચેમ્પિયન,પાકના 337 રન ઓછા પડ્યા,સુરેન્દ્રનગરનો મોહિત મેચનો હીરો

0
Screenshot

 

ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો અલ અમેરાતના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ (મિનિસ્ટ્રી ટર્ફ 2) ખાતે રમાયો. આ મુકાબલામાં પાકિસ્તાનની ટીમે ભારતીય ટીમને જીતવા માટે 338 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રોમાંચક મેચમાં ભારતની એક વિકેટે જીત થઈ છે. ગુજરાતી મોહિત ઉલ્વાએ પાકિસ્તાનના હાથમાં આવેલી બાજી છીનવી હતી, સુરેન્દ્રનગરના મોહિત ઉલ્વાએ 49* રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને જીત અપાવી. આ સાથે ભારતે નવમી વખત આ ટુર્નામેન્ટ કબજે કરી છે

પછી આવ્યો મેચનો સૌથી મોટો યુટર્ન

ભારતીય ટીમની 8 વિકેટ પડ્યા પછી મોહિત ઉલ્વા અને મનાલ ચૌહાણ વચ્ચે 35 બોલમાં 57 રનની પાર્ટનરશિપ થઈ. 47.2 ઓવર્સમાં જ્યારે મનાલ 47 રન પર આઉટ થયા ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કોર 309-9 પર હતો. જેના પછી 11મા નંબરે આવેલા ચિગુરુપતિ વેંકટાએ પણ મોહિત ઉલ્વાસાથ નિભાવ્યો અને જીતાડીને જ પાછા ફર્યા.

ભારતની બેટિંગ પર કરો નજર

રનચેઝમાં ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી છે. વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર અને કૅપ્ટન લક્ષ્ય રાયચંદાની વચ્ચે પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી થઈ. આર્યવીર સેહવાગને ઇનિંગ્સની પાંચમી ઓવરમાં અલી રઝાના બોલ પર ઈજા થઈ, પરંતુ તેણે હિંમત ન હારી. બોલ સેહવાગની જમણી કોણી પાસે વાગ્યો હતો. આર્યવીર સેહવાગે શાનદાર બેટિંગ કરતાં 51 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. વર્તમાન ટૂર્નામેન્ટમાં તેનો આ ચોથો ફિફ્ટી પ્લસ સ્કોર રહ્યો. આર્યવીર મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ નિકાબ શફીકના બોલ પર હવાઈ શોટ રમવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો. આર્યવીરે 61 બોલમાં 58 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા સામેલ રહ્યા. આર્યવીરના આઉટ થયા બાદ લક્ષ્ય રાયચંદાનીએ વીકે વિનીત સાથે ઇનિંગ્સ સંભાળી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ. વિનીત 24 રનના વ્યક્તિગત સ્કોર પર રિઝવાનુલ્લાહનો શિકાર બન્યો.

ભારતીય મિડલ ઑર્ડરની વિકેટોનું પતન

પાકિસ્તાનને ત્રીજી વિકેટ અર્જુન રાજપૂતના રૂપમાં મળી, જે 18 બોલમાં 16 રન બનાવીને રિઝવાનુલ્લાહના બોલ પર કેચ આઉટ થયો. તો ચોથી વિકેટ યશવર્ધન ચૌહાણની રહી, જે 5 બોલમાં 9 રન બનાવીને હસનૈન અબ્બાસ ડારના બોલ પર ઉસ્માન ખાનને કેચ આપી બેઠો. ભારતને પાંચમો ઝટકો કૅપ્ટન લક્ષ્ય રાયચંદાનીના રૂપમાં લાગ્યો, જેને અલી રઝાએ હસનૈન અબ્બાસ ડારના હાથે કેચ આઉટ કરાવ્યો. લક્ષ્ય 101 બોલમાં 80 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. તેના બરાબર પછીના જ બોલ પર અન્વય દ્રવિડ 12 બોલમાં 19 રન બનાવીને રન આઉટ થઈ ગયો. અન્વયના આઉટ થતા જ ટીમ ઇન્ડિયાનો સ્કોર 217/6 થઈ ગયો. સાતમી વિકેટ આર્યન સાવસાની(14)ની રહી, જેને રિઝવાનુલ્લાહે આઉટ કર્યો. તો આઠમી વિકેટ કાવ્ય પટેલની રહી, જે મોહમ્મદ સય્યામના બોલ પર આઉટ થયો.

ઉસ્માનની સદી અને પાકિસ્તાનનો વિશાળ સ્કોર

મુકાબલામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 9 વિકેટે 337 રન બનાવ્યા. પાકિસ્તાની ટીમની શરૂઆત શાનદાર રહી. ઉસ્માન ખાન અને હયામ ખાને મળીને પ્રથમ વિકેટ માટે 62 રન જોડ્યા. કાવ્ય પટેલે હયામ(21 રન)ને આઉટ કરીને આ ભાગીદારી તોડી. ત્યારબાદ ઉસ્માને અબ્દુલ કાદિર સાથે મળીને બીજી વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી. કાદિરે 54 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 8 છગ્ગા અને 3 ચોગ્ગા સામેલ રહ્યા. કાવ્ય પટેલે સૌથી વધુ 4 વિકેટ ઝડપી. તો ચિગુરુપતિ વેંકટાએ ત્રણ ખેલાડીઓને ચાલતા કર્યા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!