22.3 C
Gujarat
Tuesday, November 17, 2026
0

અરવલ્લી : ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ભિલોડા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

માન. મંત્રી સસ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ આપ્યા પ્રતિભાવ

 

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવણી અંતર્ગત ભિલોડા તાલુકાના પ્રેરણા વિદ્યાલય ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના માનનીય મંત્રી (રાજ્યકક્ષા) સ્વરૂપજી ઠાકોરે કરી હતી.કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓએ પોતાના અનુભવો અને પ્રતિભાવ રજૂ કર્યા હતા. તેઓએ જણાવ્યું કે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને આર્થિક-સામાજિક સ્થિતિ મજબૂત બની છે.

મંત્રી સ્વરૂપજી ઠાકોરે સંબોધન કરતા જણાવ્યું કે ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના મહાન નેતા અને સ્વતંત્રતા સંગ્રામના પ્રેરણાસ્ત્રોત છે. તેમના આદર્શોને અનુસરીને આજે પણ આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે સ્વરોજગારની તકો વધારવા, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે લાભાર્થીઓને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને પોતાના વિસ્તારના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી હતી. જનજાતીય ગૌરવ સપ્તાહ દરમિયાન આયોજિત આવા કાર્યક્રમો આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવને જાળવવા તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે પ્રેરણા આપે છે. સરકારનું ધ્યેય છે કે દરેક આદિવાસી પરિવારને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવે અને તેમને સન્માનજનક જીવન જીવવાની તક મળે.

આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર , તાલુકા અને જિલ્લાના વિવિધ વિભાગના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં જનમેદનીએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેનાથી કાર્યક્રમની ગરિમા વધી હતી.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન અને કાર્યો પર ચર્ચા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!