18.8 C
Gujarat
Saturday, November 21, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી :LCBએ 3.11 લાખનો દારૂ ભરેલી સ્કોર્પિઓનો ફિલ્મીઢબે પીછો કરી શામળપુર નજીકથી...

અરવલ્લી :LCBએ 3.11 લાખનો દારૂ ભરેલી સ્કોર્પિઓનો ફિલ્મીઢબે પીછો કરી શામળપુર નજીકથી ઝડપી

0

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પ્રોહીબીશનની અમલવારી માટે સખ્ત સૂચનાને પગલે પોલીસતંત્ર દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેપલો અટકાવવા માટે દોડાદોડી કરી રહી છે જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે શામળાજી પોલીસને અંધારામાં રાખી વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્કોર્પિઓ ગાડીનો ફિલ્મીઢબે પીછો કરતાં બુટલેગરો શામળપુર નજીક રોડ પર મૂકી હવામાં ઓગળી જતા ગાડીમાંથી 3.11 લાખના દારૂ સહીત 8.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ એમ. એચ.ઝાલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આશ્રમ ચોકડી નજીક હાઇવે પર નાકાબંધી કરી વાહનોનું ચેકીંગ દરમિયાન શંકાસ્પદ ઝડપ સાથે શામળાજી તરફથી આવતી સ્કોર્પિઓ ગાડીને અટકાવવા પ્રયત્ન કરતાં બુટલેગરોએ હિંમતનગર તરફ હંકારી મુકતા એલસીબી પોલીસે પીછો કરતાં બુટલેગરોએ ગડાદર પુલ પરથી સ્કોર્પિઓ યુ ટર્ન મારી પરત શામળાજી તરફ હંકારી મુકતા પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા બુટલેગરો હાંફી જતા સ્કોર્પિઓ ગાડી શામળપુર નજીક રોડ પર મૂકી અંધારામાં ફરાર થઇ ગયા હતા

 

એલસીબી પોલીસે સ્કોર્પિઓ ગાડીમાં વચ્ચેની સીટ અને પાછળ સંતાડેલ વિદેશી દારૂની બોટલ 3.11 લાખની 708 બોટલ જપ્ત કરી દારૂ અને સ્કોર્પિઓ મળી રૂ.8.11લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બુટલેગરો સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!