30 C
Gujarat
Monday, November 23, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસા નવી સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રિક માલસામાન ચોરી કરનાર કાલબેલીયા...

અરવલ્લી : મોડાસા નવી સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રિક માલસામાન ચોરી કરનાર કાલબેલીયા ગેંગને દબોચી લીધી

0

મોડાસા ટાઉન પોલીસે કાલબેલીયા ગેંગના ત્રણ આરોપી દબોચ્યા 

અનિલ ઉર્ફે પોટો કાલબેલીયાએ સસરા પાસેથી XUV500 મોડાસામાં દવાખાનના બહાને મેળવી ચોરીમાં ઉપયોગમાં લીધી

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જોડેજાના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસે જીલ્લા સેવાસદન નજીક નવ નિર્મિત સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાં રાખેલા ઇલેક્ટ્રિક માલસમાનની ચોરી કરનાર રાજસ્થાની કાલબેલીયા ગેંગના ત્રણ સાગરીતોને ગણતરીના દિવસોમાં ઝડપી લીધા હતા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ સગીરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં શામળાજી રોડ પર આવેલા જીલ્લા સેવાસદન કચેરી નજીક નવનિર્મિત સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાં રાખેલા 8.46 લાખના ઇલેક્ટ્રિક માલસમાનની ચોરીનો ગુન્હો નોંધાતા ટાઉન પીઆઈ રોહિત ચૌધરી અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો નવનિર્મિત સિવિલ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થતા રેકોર્ડિંગ અને નેત્રમ કેમેરા રેકોડિઁગનું એનાલિસિ કરતાં XUV 500 ગાડી શંકાસ્પદ જણાતા વાહન નંબર RJ-38-UA-0712 હોવાનું સામે આવતાં પોકેટ કોપની મદદથી તપાસ કરતાં વાહન રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના રાકેશ કાલબેલિયાના નામે નોંધાયેલું હોવાનું જાણવા મળ્યું હતું.

મોડાસા ટાઉન પોલીસ તાબડતોડ ગાડીના માલિક પાસે પહોંચી પૂછતાછ કરતાં તેનો જમાઈ અનિલ ઉર્ફે અલી કાલેબેલિયા દવાખાને કામકાજ હોવાનું કહી ગાડી લઇ ગયો હોવાનું જણાવતા પોલીસે અનિલ ઉર્ફે અલીની પૂછપરછ કરતાં તેણે પોતાના સાથીઓ સાથે મળીને સિવિલ હોસ્પિટલમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ, આરોપીઓ મોડાસામાં ભંગાર વીણવાનું કામ કરતા હતા. ચોરીના ઇરાદે સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે વાહન પાર્ક કરી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા હતા અને બંધ ગોડાઉનનું તાળું તોડી વાયરનાં બંડલોની ચોરી કરી હતી. ત્યારબાદ ચોરાયેલો સામાન રાજસ્થાન લઈ જઈ ખેતરમાં વાયર સળગાવી તેમાંથી તાંબું કાઢી વેચાણ માટે રાખ્યું હતું.આ ગુનામાં પોલીસે અનિલ ઉર્ફે પોટો કાલબેલિયા, અનિલ ઉર્ફે અલી કાલબેલિયા અને રવિ શંકરભાઈ કાલબેલિયાની ધરપકડ કરી છે. જ્યારે એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી પાડવા તપાસ ચાલુ છે.

મોડાસા પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી મહિન્દ્રા-500 ફોરવ્હીલર, જેની કિંમત રૂ.10 લાખ ગણવામાં આવી છે, તેમજ આશરે 80 કિલો બળેલા વાયર, જેની કિંમત રૂ.88 હજાર થાય છે, મળી કુલ રૂ.10,88,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મોડાસા ટાઉન પોલીસની આ કામગીરીથી સિવિલ હોસ્પિટલમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલાયો છે. સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!