28.4 C
Gujarat
Friday, November 27, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મેઘરજ કબ્રસ્તાનના ખરાબામાં જુગાર રમતા ચાર જુગારીઓને LCBએ દબોચ્યા, જુગારીઓમાં...

અરવલ્લી : મેઘરજ કબ્રસ્તાનના ખરાબામાં જુગાર રમતા ચાર જુગારીઓને LCBએ દબોચ્યા, જુગારીઓમાં ફફડાટ

0
Screenshot

 

અરવલ્લી જીલ્લામાં જુગારીઓ જગ્યા મળે ત્યાં હારજીતની બાજી માંડી જુગાર રમતા શકુનિઓ અનેકવાર પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે મેઘરજ નગરના કબ્રસ્તાનની ખરાબાની ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળતા તાબડતોબ દરોડો પાડી જુગાર રમતા ચાર જુગારીઓને દસ હજારથી વધુ રોકડ રકમ સાથે દબોચી લીધા હતા મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર, દારૂ અને ડ્રગ્સનું દુષણમાં નોંધપાત્ર વધારો થતા સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂની વેપલો ,હેરાફેરી અને જુગાર સહિતની બદી પર કાબૂ મેળવવા સતત દોડાદોડી કરી રહી છે એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે મેઘરજ પોલીસને ઉંઘતી રાખી કબ્રસ્તાનના ખરાબાની ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારનો પર્દાફાશ કરતા મેઘરજ પોલીસમાં હડકંપ મચ્યો છે

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા મેઘરજ કબ્રસ્તાનના ખરાબા માં જુગારીઓ હારજીતની બાજી માંડી બેઠા હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારિત સ્થળે એલસીબીની ટીમ ત્રાટકી ખુલ્લી જગ્યાને કોર્ડન કરી રેડ કરતા જુગારીઓ ચોંકી ઉઠ્યા હતા એલસીબીએ જુગાર રમતા ૧)હબીબ મુશા બંગા, ૨)મુસ્તુફા ઇસ્માઇલ ડાહ્યા,૩)હબીબ ગફુર પટેલ અને ૪) સોહેલ ઇબ્રાહીમ પટેલ (ચારે,રહે.મેઘરજ)ને દબોચી લઈ રૂ.10200/-ની રોકડ રકમ જપ્ત કરી એલસીબી પોલીસે ચારે શકુનિઓ સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!