23.5 C
Gujarat
Thursday, November 26, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસે વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને ગાજણ ટોલપ્લાઝા નજીકથી દબોચી...

અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસે વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને ગાજણ ટોલપ્લાઝા નજીકથી દબોચી લીધો

0

 

 

અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોડાસા રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસને મળેલી બાતમીના આધારે મોડાસા રૂરલ પોલીસની ટીમે ગાજણ ટોલ ટેક્સ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી મોડાસા આવતા શંકાસ્પદ ઇસમને અટકાવી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કમલેશ ઉર્ફે પિન્ટુ કાવજીભાઈ ભરાડા (રહે. ધરતી ફળા, માલમાથા, તા. બીંચ્છીવાડા, જિ. ડુંગરપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં ભારતીય ન્યાય સંહિતા, મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. આ ગુનામાં આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો.આરોપીને તા. 25 નવેમ્બર 2026ના રોજ રાત્રે 9 વાગ્યે અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોડાસા રૂરલ પોલીસની ટીમે પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!