હાલમાં રાજકોટ અને સુરત પંથકમાંથી પોલિસે દરોડા પાડીને કબલ બોક્સનો પર્દાફાશ કરીને ગોરખધંધાને ખુલ્લો પાડ્યો હતો, ત્યારે અરવલ્લી જિલ્લામાં ધમધમતા 4 જેટલા સ્પા પણ હવે લાલબત્તી સમાન બની ગયા છે. અરવલ્લી જિલ્લાની ત્રણ ઉચ્ચ કચેરીઓ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલિસ વડા કચેરી અને જિલ્લા વિકાસ અધિકારી કચેરી નજીક જ સ્પા ની હાટડીઓ ચાલી રહી છે, પણ આવા ભણેલા-ગણેલા ઉચ્ચ અધિકારીઓને જોવાતું ન હોય તેવું લાગી રહ્યું છે.
મોડાસા શહેરમાં આવેલા જીલ્લા સેવાસદન નજીક શામળાજી રોડ પર મારૂતિ આર્કેડ નામના કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલ એ-વન થાઈ સ્પા અને મસાજ પાર્લર ની આડમાં કૂટણખાનું ચલાવતો હતો. રાજસ્થાનનો હેમેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઠાકરડા નામનો શખ્સ બહારથી છોકરીઓ અને યુવતીઓ બોલાવી કૂટણખાણું ચલાવી ગ્રાહકોને ખુશ કરવામાં આવતા હોવાની બાતમી જીલ્લા એસ.ઓ.જી. પોલીસને મળતા ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતા કૂટણખાણું ઝડપી લીધું હતું. પોલીસ ત્રાટકી ત્યારે રાજસ્થાન સીકર વિસ્તારનો મહેન્દ્દ શાનવરમલ સૈની યુવતી સાથે રંગરેલિયા મનાવતો રંગે હાથે ઝડપી લેતા ગ્રાહકના મોતિયા મરી ગયા હતા. જીલ્લા એસ.ઓ.જી. પોલીસે સ્પાના સંચાલક અને ગ્રાહક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સવાલ એ થાય છે કે, આવા કૂટણખાના ચલાવતા અટકાવવાની જવાબદારી કોની?

શૈક્ષણિક સંસ્થાનો અને ધાર્મિક સ્થળ નજીક ચાલતા આવા અશોભનિય કાળા કારોબારને ચલાવવાની મંજૂરી આપનાર અધિકારીઓ કે કર્મચારીઓને જરાય ભાન નહીં પડતું હોય કે શું ? શું જિલ્લાના સંતાનોને અવળા પાટે ચઢાવવાના ઇરાદે આવા ગોરખધંધાને મંજૂરીઓ આપવામાં આવે છે કે, શું તેવા પણ લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યું છે. જો કોઇ અધિકારીઓ મંજૂરી ન આપતા હોય તો આવા ગોરખધંધા ચાલતા અટકાવવાની જવાબદારી કોની તે સવાલ પણ બાકાત કરી શખાય નહીં.
મોડાસા શિક્ષણની નગરી તરીકે વિખ્યાત છે, ત્યારે આવા સ્પા ની આડમાં ચાલતા કૂટણખાનાઓ પર રોક ક્યારે લાગશે તે એક સવાલ છે. શામળાજી રોડ સરકારી ઇજનેર કોલેજ અને ખાનગી ઇજનેર કોલેજ વિસ્તારમાં ત્રણ થી ચાર જેટલા સ્પા ધમધમી રહ્યા છે, એટલું જ નહીં ભણેલા-ગણેલા આઈ.એ.એસ. અને જી.એ.એસ. અધિકારીઓ તેમના ભાવિ વિદ્યાર્થીઓને વિચાર કરે અને આવા કૂટણખાનાઓ પર રોક લગાવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. કારણ કે, સ્પા ની આડમાં અહીં ગોરખધંધા ચાલે છે તે પોલિસના દરોડા પછી સ્પષ્ટ થયું છે.





