33 C
Ahmedabad
Saturday, May 18, 2024

અમેરિકા અને બ્રિટને રશિયાથી ગેસ, તેલ અને ઊર્જા સંબધિત આયાત પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ


અમેરિકાએ રશિયા પાસેથી થતી તેલ,ગેસ સહિતની ઉર્જા આયાતો પર પ્રતિબંધ લાદી દીધો છે. અમેરિકી પ્રમુખ જો બાઇડેને જણાવ્યું છે કે, તેઓ રશિયા પાસેથી તેલ, ગેસ અને ઉર્જાની આયાતો પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, અમેરિકાએ રશિયા સામે આર્થિક પ્રતિબંધોના સૌથી કડક પગલાં લીધા છે. તેમણે દાવો કર્યો હતો કે, તે પગલાંથી રશિયન અર્થતંત્રને નુકસાન પહોંચશે. અમેરિકી પ્રમુખે યૂક્રેનને સૈન્ય અને માનવીય એમ બંને સહાયતા પુરી પાડતા રહેવાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી.

Advertisement

રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યૂક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ બ્રિટિશ સંસદ સભ્યોને ડીજીટલ માધ્યમથી સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, યૂક્રેન કોઇ પણ ભોગે હથિયાર હેઠા નહીં મુકે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને પણ બ્રિટિશ સંસદમાં યૂક્રેનને સહાયતા રાખવા વિશ્વાસ અપાવ્યો હતો. બ્રિટિશ પ્રધાનમંત્રીએ રશિયા પાસેથી તેલની આયાત પર પ્રતિબંધ લગાવવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, બ્રિટન અને તેના સહયોગી દેશો યૂક્રેનને વધુ હથિયારો ઉપલબ્ધ કરાવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!