32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસામાં ખોવાયેલા વૉર્ડ નંબર 2 ના કૉર્પૉરેટર ક્યાં છે? નદી કિનારાના લોકોને...

મોડાસામાં ખોવાયેલા વૉર્ડ નંબર 2 ના કૉર્પૉરેટર ક્યાં છે? નદી કિનારાના લોકોને મચ્છર ઉંઘવા દેતા નથી

0
553

મોડાસા નગર પાલિકાની ચૂંટણીમાં ઢોલ નગારા લઇને વૉટ લેવા આવેલા ઉમેદવારો કૉર્પૉરેટર બનીને જાણે ખોવાઇ ગયા હોય તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે. મોડાસા શહેરના નદી કિનારાના વૉર્ડ નંબર 2 માં મચ્છરોનો ઉપદ્રવ એટલી હદે વધી ગયો છે કે લોકોના ઉજાગર વધી ગયા છે, દિવસે કામ કરીને રાત્રે ઉંઘવાનો વિચાર વિચાર જ રહી જાય છે, પણ પાલિકા તંત્રને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવાની ચિંતા નથી તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે. પાલિકાની ચૂંટણી પહેલા ઉમેદવારો બટન તોડતા હતા કે અમે આમ કરી દઇશું, અમે તેમ કરી દઇશું, હવે બની ગયા તો મચ્છરનો ઉપદ્રવ તો અટકાવો બીજુ તો કંઇ ન કરો તો, આવું, મહિલાઓના રાત્રી સભામાં વાતો ચાલી રહી છે.

મોડાસાના સાર્વજનિક હૉસ્પિટલ નદી કિનારાના વિસ્તારથી લઇને ધુણાઇ રૉડ નદી કિનારો તેમજ અલંકાર, જીઇબી, સહિત મેઘરજ રૉડ ની વિવિધ સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, મચ્છરના ઉપદ્રવથી શહેરીજનોની રાત્રીની ઉંઘ હરામ થઇ છે. ફૉગિંગ કરવાથી પણ મચ્છરો નથી મરતા ત્યારે પાલિકાએ આ અંગે વિચાર કરીને મચ્છરના ઉપદ્રવને અટકાવવા પગલા લેવા જોઇએ.

AIMIM ના કૉર્પૉરેટર પાસે કામ ખૂંટતું જ નથી, સતત લોકોના સંપર્કમાં રહે છે તો બીજી બાજુ વૉર્ડ નંબર 2 માં ઉમેદવારો કૉર્પૉરેટર બનીને જાણે ખોવાઇ જ ગયા હોય તેવી વાતો ચાલી રહી છે. કૉર્પૉરેટર બની ગયા એટલે એમ ન સમજવું કે મતદારો કંઇ નહીં પૂછ, ફરીથી મતદારો વચ્ચે ઢોલ નગારા લઇને ગયા હતા તે તમામ લોકોએ ફરીથી ચોક્કસ જવાનું છે એટલે જતાં પહેલા મચ્છરનું કાંઇ કરજો તેવું સ્થાનિક લોકો ઇચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!