ભિલોડાના શોભાયડા ગામે ૧૨ વર્ષ અગાઉ સગા પિતાની નજીવી બોલાચાલીમાં મોતને ઘાટ ઉતારનાર મગન કટારા હત્યાના ગુન્હામાં જેલની સજા ભોગવી ત્રણ વર્ષ અગાઉ જેલમાંથી છૂટ્યો હતો અને શોભાયડા ગામે રહેતો હતો જો કે ગુન્હાહિત માનસ ધરાવતા મગન કટારાના કુટુંબમાં હત્યારાને ગામમાં રહેવા ન દેવાયની ચર્ચા કરતા મગન કટારા સાંભળી જતા ઝનૂની બની ભત્રીજા હિમાંશુની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી કૌટુંબીઓને પણ પતાવી દેવા ધારિયા અને લોંખડની પાઈપ વડે હુમલો કરી ફરાર થઇ જતા હત્યાં ઘટનાના પગલે શામળાજી પોલીસ સહીત એલસીબી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હત્યારાને ઝડપી લેવા ચક્રોગતિમાન કરી એલસીબી પોલીસે ભવાનપુર પાટિયા પાસેથી મગન કટારાને લોંખડની પાઇપ સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.





