38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત હવે સફરજનની વાડી જોવા સિમલા નહીં જવું પડે : સાબરકાંઠાના ચંદ્રપુરના ખેડૂતે...

હવે સફરજનની વાડી જોવા સિમલા નહીં જવું પડે : સાબરકાંઠાના ચંદ્રપુરના ખેડૂતે ખેતરમાં સફરજનની સફળ ખેતી કરી, ખેતરને સિમલા બનાવ્યું

0
365

સાબરકાંઠા જીલ્લા માં સફરજન ની ખેતી અહો આશ્ચર્યમ ખેતરમાં સફરજનની વાડી

ઠંડા પ્રદેશો માં ઉગતા સફરજન હવે સાબરકાંઠાના ચંદ્રપુરમાં

350 થી વધુ છોડ નુ વાવેતર કરી 3 લાખથી વધુનો કર્યો ખર્ચ

સફરજન લાગતા સ્થાનિકો છોડ જોવા ઉમટ્યા

સફરજની ખેતી એટલે હિમાચલ પ્રદેશ અને ઠંડા પ્રદેશમાં જ થાય તેવું અત્યાર સુધી જોવા મળતું હતું ત્યારે હવે સાબરકાંઠા જીલ્લા માં પણ મળશે.એક ખેડુતે સોસિયલ મિડીયા દ્રારા સફરજન ની સફળ ખેતી કરી છે અને ફળ પણ આવી જતા ઉત્પાદન સારૂ મળે તેની રાહ જોઈ રહ્યા છે

સાબરકાંઠા જીલ્લા ના ખેડુતો અવનવી ખેતી કરી રહ્યા છે ઈઝરાયલ પદ્ધતિ થી હળદર હોય, રંગીન ફુલાવર હોય.ત્યારે હવે સાબરકાંઠા જીલ્લા માં થઈ રહી છે સફરજન ની ખેતી જી હા..આમ તો ઠંડા પ્રદેશ માં ઉગતા સફરજન સાબરકાંઠા જીલ્લા માં પણ મળશે.હિંમતનગર ના ચંદ્રપુરા કંપાના ખેડુતે સફરજનની ખેતી કરી છે આમ તો આ ખેતી માત્ર ઠંડા પ્રદેશો માં જ થતી હોય છે પરંતુ ચંદ્રપુરા કંપાના ખેડુતે આ ધરતી પર સફળ ખેતીની શરૂઆત કરી છે… અને આ ખેતી જોઈને આસપાસ ના વિસ્તારો ના ખેડુતો પણ મુલાકાત માટે ઉમટી પડે છે અને સફરજન ની ખેતીની સલાહ પણ મેળવે છે અને એટલે જ સફરજન ની ખેતી કરવા માટે ખેડુતો તૈયાર બેઠા છે… હવે તો માત્ર સારા ઉત્પાદન ની જ જોવાઈ રહી છે રાહ…

જીતુભાઈએ સોસિયલ મિડીયા દ્રારા સફરજન ની સફળ ખેતી કઈ રીતે થાય એ જાણ્યુ અને ત્યારબાદ તેઓએ હિંમાચલના ના વ્યકિત નો સંપર્ક સાધ્યો… હિમાચલ ખાતે થી એક છોડના 125 રૂપિયા લેખો 364 જેટલા છોડ મંગાવીને ખાડા ખોદાયા એક ખાડા દીઠ 25 રૂપિયા આપીને સવા બે વિઘા જેટલા વિસ્તારમાં 3 લાખથી વધુ નુ વાવેતર કર્યુ… આ વાતેવર કરતા સમયે ખાડા ખોદીને અંદર છોડ નુ વાવેતર કર્યુ અને ત્યારબાદ હાલમાં 16 મહિનાથી ઉપરનો સમય થયો થયો છે ત્યારે ફળ આવી ગયા છે… તો અમુક છોડ પર ફુલ પણ આવી ગયા છે હજુ એક વર્ષ બાદ જ સફરજન નુ સારુ ઉત્પાદન મળી શકશે જેથી ખેડુત દ્રારા સફરજન ની સફળ ખેતી કરી અન્ય ખેડુતો ને પણ સંદેશો પાઠવ્યો છે.

આમ તો સાબરકાંઠા જીલ્લા ના ખેડુતો અવનવી ખેતી કરી અન્ય ખેડુતો ને રાહ ચીંધી રહ્યા છે ત્યારે આ ખેડુતો પણ ઠંડા પ્રદેશની ખેતી અહિના વાતાવરણમાં કરેલ છે હવે કુદરત સાથ આપે તો અધધ ઉત્પાદન મળી શકે છે અને આર્થીક ફાયદો પણ થઈ શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!