37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : ભિલોડાના ગ્રામ્ય વિસ્તારની સગીરા પર ગેંગ રેપ કરનાર 3 હવસખોરોને...

અરવલ્લી : ભિલોડાના ગ્રામ્ય વિસ્તારની સગીરા પર ગેંગ રેપ કરનાર 3 હવસખોરોને ઝડપવા 5 ટિમ સમગ્ર વિસ્તારને ખુંદી વળી,હાથવેંતમાં નરાધમો

0
200

ગેંગ રેપ કરનાર ત્રણે નરાધમોને ઝડપી પાડી ફાંસીની સજા આપવામાં આવેની લોક માંગ

એક હવશખોર રિક્ષા ચલાવતો હોવાનો અને અન્ય બે દુકાનોમાં નોકરી કરતા હોવાની ચર્ચા

ભિલોડાના ગ્રામ્ય વિસ્તારની કોમ્પ્યુટર ક્લાસ કરતી સગીરા પર ત્રણ નરાધમો રિક્ષામાં બેસાડી જસવંતપુરા ગામના ગૌચર અને જંગલમાં ખેંચી જઈ ગેંગ રેપ કર્યા પછી ત્રણે નરાધમોએ જાન થી મારી નાખવાની ધમકી આપી સગીરાના દેહને અવાર નવાર ચૂંથી નાખતા સગીરાની શારીરિક અને માનશીક સ્થિતિ કથળતા ઘરે બીમાર અવસ્થામાં ગુમસુમ હાલતમાં ઉંઘી રહેતા પરિવારજનોએ સગીરાને પુછતા છેલ્લા કેટલાક સમયથી હથિયાનો મયુર ઉસ્તાદ બોડાત, જસવંતપુરાનો અજય રમેશ કળબ અને સાજન નામના નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચરતા હોવાનું જણાવતા પરિવારજનો પગ નીચેથી ધરતી ખસકી ગઈ હતી આ અંગે સગીરાની માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

ભિલોડા પંથકના ગ્રામ્ય વિસ્તારની સગીરા પર ગેંગ રેપની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે ગેંગ રેપની ઘટનાની ગંભીરતાના પગલે SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ ભિલોડા પોલીસની બે ટિમ , એલસીબી,એસઓજી અને પેરોલ ફર્લોની ટિમ ત્રણે નરાધમોને ઝડપી પાડવા સમગ્ર વિસ્તારને ખૂંદી રહી છે DYSP ભરત બસિયાએ સ્થળની ઝીણવટભરી તપાસ હાથધરી હતી

ભિલોડાના ગ્રામ્ય વિસ્તારની સગીરને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણે નરાધમોએ અવાર નવાર સગીરા પર ગેંગ રેપ કરતા હતા ગેંગે રેપ કરનાર ત્રણ આરોપીમાંથી એક આરોપી રીક્ષા ચલાવતો હોવાની અને અન્ય બે આરોપીઓ દુકાનમાં નોકરી કરતા હોવાની અને ત્રણે હવશખોરો પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી

સગીરાને ત્રણે નરાધમોએ કઈ રીતે પીંખી નાખી વાંચો.. શું છે ગેંગ રેપની ઘટના

ભિલોડા પોલિસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ભિલોડા પંથકમાં કોમ્પ્યુટરનો અભ્યાસ કરતી 17 વર્ષિય સગીરાને 3 શખ્સો 10 દિવસ અગાઉ હથિયાનો મયુર ઉસ્તાદ બોડાત, જસવંતપુરાનો અજય રમેશ કળબ અને સાજન નામના હવશખોરો રિક્ષામાં બેસાડી નજીક આવેલા જસવંતપુરાના ગૌચર અને બાવળના જંગલ વિસ્તારમાં લઇ ગયા હતા, જ્યાં ગેંગ રેપની ઘટનાને અંજામ આપ્યા પછી ત્રણે નરાધમોને જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેમ અવાર-નવાર ગેંગ રેપ કરતા હતા
સગીરાને ત્રણેય ઇસમોએ જાનથી મારી નાખવાની પણ ધમકી આપતા, પોલિસે ત્રણ ઇસમનો સામે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભિલોડા પોલિસે ત્રણ ઇસમો સામે IPC કલમ 363, 366, 376(2)(જી), 506(2) તેમજ પોક્સો એક્ટ કલમ 4,6,17 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!