28 C
Gujarat
Friday, August 21, 2026
Home સત્તા સંગ્રામ 2022 અરવલ્લી : મોડાસા AIMIM માં ભંગાણ, એકસાથે 14 સભ્યોના રાજીનામા

અરવલ્લી : મોડાસા AIMIM માં ભંગાણ, એકસાથે 14 સભ્યોના રાજીનામા

0
217

અરવલ્લી જિલ્લા ના મોડાસામાં નગરપાલિકા ની ચૂંટણની પહેલા અસ્તિત્વ આવેલ AIMIM માં મોટું ગાબડું પડ્યું છે . રવિવાર ના રોજ શહેર મંત્રી સહિત ૧૪ સભ્યોએ રાજીનામા આપ્યા છે.

આશરે દોઢ વર્ષ પહેલા મોડાસામાં વાજતે ગાજતે લોંચ થયેલ AIMIM માં વાવાઝોડું આવ્યું છે . સંગઠનના ૧૪ સભ્યો મંત્રી સહિત રાજીનામા આપતા તરેહ તરેહ ની ચર્ચાઓ એ જોર પકડ્યું છે . રાજીનામું આપેલ સભ્યો એ આક્ષેપ કર્યો હતો કે તેમની રજૂઆતો ને અવારનવાર નજરઅંદાજ કરવામાં આવતા તેમણે આ પગલૂ ભર્યું છે .

મોડાસા શહેર મંત્રી મોહમ્મદ સલીમ ઘોરી,મહેબૂબ ભાઈ કાંકરોલિયા, હનીફ ભાઈ પટેલ, મલેક મોહમ્મદ આરીફ, શેખ મુઝમ્મિલ, ચૌહાણ શાહરૂખ, સૈયદ યાસર, શેખ મોહમ્મદ તૌસીફ, કાઝી ઝાકીર ભાઈ, સૈયદ ઉઝમા બાનુ, કાંકરોલિયા આબેદા બેન, સૈયદ રિઝવાના બેન, શેખ આરઝૂ બીબી, સૈયદ કાદર અલી એ રાજીનામુ આપ્યું

એક સાથે ૧૪ સભ્યોએ રાજીનામાં આપતા AIMIM માં સોંપો પડી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!