38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : બાયડ બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓની આક્રોશ, અમદાવાદ-હેલોદર બસ રૂટ 3 દિવસથી...

અરવલ્લી : બાયડ બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓની આક્રોશ, અમદાવાદ-હેલોદર બસ રૂટ 3 દિવસથી બંધ, સાંભળો વિદ્યાર્થીઓની વેદન

0
210

અરવલ્લી જિલ્લામાં એસ.ટી.બસ સુવિધાને લઇને અનેકવાર લોકો પરેશાન થયા હતા અને  પરેશાન થઇ રહ્યા છે. ખાસ કરીને એડવાન્સ પેમેન્ટ ચુકવણી કરીને મુસાફરી કરતા વિદ્યાર્થીઓને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બાયડ બસ સ્ટેશનમાં સોમવારનો દિવસે વિદ્યાર્થીઓના આક્રોશથી શરૂ થયો હતો. બસ સ્ટેશન ખાતે વિદ્યાર્થઈઓએ હોબાળો મચાવી દેતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્રણ દિવસથી બસ રૂટ બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો.

સાંભળો વિદ્યાર્થીઓએ શું કહ્યું.

પ્રાપ્ત માહિતી મુજબ સોમવારના દિવસે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જવા માટે બાયડ બસ સ્ટેશન પહોંચ્યા હતા જોકે અમદાવાદ-હેલોદર એસ.ટી. રૂટ બંધ હોવાની જાણ થતાં વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ-હેલોદર એસ.ટી.રૂટ બંધ છે, જેથી મુસાફરો અને ખાસ કરીને એડવાન્સ ચુકવણુ કરીને મુસાફરી કરતા વિદ્યાર્થીઓ રઝડી પડ્યા હતા, જેને લઇને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ તાત્કાલિક બંધ થયેલા રૂટને ચાલુ કરવાની ઉગ્ર મામગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!