33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home હેલ્થ સુરેન્દ્રનગર : થાનમાં એક જ દિવસમાં 4 લોકો કોરોના પોઝિટિવ, આરોગ્ય તંત્ર...

સુરેન્દ્રનગર : થાનમાં એક જ દિવસમાં 4 લોકો કોરોના પોઝિટિવ, આરોગ્ય તંત્ર સતર્ક

0
196

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં એક જ દિવસમાં ૦૪ લોકો કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી હતી. આ પોઝિટીવમાં 1 કિશોર, 1 યુવાન અને 1 મહિલા તેમજ પુરુષ હોવાની સાથે તેઓને હોમ કોરોન્ટાઇનમાં રખાયા હોવાનું બહાર આવ્યું હતું. પરિણામે જિલ્લામાં હાલ કુલ 6 એક્ટિવ કેસ રહ્યા હતા.

જિલ્લામાં શુક્ર અને શનિએ ૦૧ ૦૧ કોરોના કેસ નોંધાયો હતો. ત્યાં રવિવારે થાનમાં ૦૪ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનુ બહાર આવતા દોડધામ મચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ થાનના રહેવાસી કોઇ બીમારીના કારણે રાજકોટ સારવાર માટે ગયા હતા. જ્યા લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાં 17 વર્ષનો કિશોર, 19 વર્ષનો યુવાન તેમજ 1 પુરુષ અને મહિલા સહિત ૦૪ લોકો કોરોનાગ્રસ્ત હોવાનું ધ્યાને આવ્યું હતું. તમામ લોકોએ રસીનો ડોઝ પણ લીધેલો અને તેઓની તબિયત સારી હોવાની વિગતો બહાર આવી હતી. જિલ્લામાં રવિવારે 6 લોકોએ રસી લીધી આથી રસીકરણનો કુલ આંક 30,44,762 પર પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં 14,62,577, લોકોએ પ્રથમ તેમજ 15,41,799 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 40,386 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. અત્યાર સુધીમાં 16,07,751 પુરૂષો તેમજ 13,96,106 મહિલાઓનું રસીકરણ થયું હતું. જેમાં જિલ્લાના કોવિશિલ્ડની 24,05,334 અને કોવેક્સિનની 5,82,798 લોકોએ રસી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!