34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત અરવલ્લી : શામળાજી પંથકમાં ભારે પવન સાથે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં...

અરવલ્લી : શામળાજી પંથકમાં ભારે પવન સાથે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં આનંદ

0

અરવલ્લી જિલ્લામાં હજુ વાવણી લાયક વરસાદ થયો નથી જિલ્લામાં મેઘરાજાએ રીસામણા લીધા હોય તેમ વાદળો ગોરંભાયા પછી વિખેરાઈ જતા ખેડૂતો સહીત લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં તો ક્યાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે શામળાજીના મોટા કંથારીયામાં ભારે પવન સાથે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો સહીત લોકોમાં આનંદ છવાયો હતો.

શામળાજી પંથકમાં ગુરુવારે બપોરના સુમારે વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો ઠેર ઠેર વરસાદી ઝાપટા પડ્યા હતા મોટા કંથારીયા ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો વરસાદનું આગમન થતા અસહ્ય બફારા અને ગરમી થી લોકોએ રાહત અનુભવી હતી જો કે હજુ સુધી જીલ્લામાં વાવણી લાયક વરસાદ ન થતા ખેડુતો ચિંતિત બન્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!