28 C
Ahmedabad
Friday, May 3, 2024

Shala Praveshotsav : તલોદની પ્રાથમિક શાળામાં રાજ્યકક્ષા ના મંત્રી ગજેદ્રસિંહ પરમારે બાળકોને આવકાર્યા


આંટીયા છાપરા પ્રાથમિક શાળામાં બાળકો સાથે બેસી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે ભોજન લીધું

Advertisement

સાબરકાંઠા જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો. જેમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના રાજ્યકક્ષા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર તલોદ તાલુકાની મોઢુકા, આંટીયાના છાપરાં, ગુલાબપુરા પ્રાથમિક શાળાઓ ખાતે ઉપસ્થિત રહીને બાળકોનું આંગણવાડી તેમજ ધોરણ-૧માં નામાંકન કરાવી પ્રેમથી આવકારી અભ્યાસ સામગ્રી આપી હતી.

Advertisement

આ પ્રસંગે ગજેન્દ્રસિંહ એ જણાવ્યું હતુ કે, ૧૭મા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આ વિચાર બીજના મુળમાં આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી છે. તે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શિક્ષણની જરૂરીયાત તેમણે જાણી અને આ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્ર્મોની શરૂઆત કરી શિક્ષણ ક્ષેત્રે આમુલ પરીવર્તન આણ્યા છે. આ ઉત્સવ થકી અધિકારીઓ-પદાધિકારીઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચી શાળાઓની સાચી સ્થિતિ જાણી શકે છે.

Advertisement

Advertisement

વધુમાં તેમણે જણાવ્યું કે, શાળાના શિક્ષકો વાલીઓ વધુ જાગૃત બની ગામનુ એક પણ બાળક શાળા પ્રવેશથી વંચીત ન રહે તે ખાસ ધ્યાન રાખવામાં આવે. આવનારો સમય શિક્ષણનો છે માટે દરેક બાળકને શિક્ષણ મળી રહે અને તે સુશિક્ષિત બની ભવિષ્યનો સારો નાગરીક બને. આ ભારતનુ આવનારૂ ભવિષ્ય છે જે આ શાળાના ઓરડાઓમાં ધડાઇ રહ્યું છે.

Advertisement

શાળા પ્રવેશ ઉત્સવની સાથે શાળાના તેજસ્વી તારલાઓનુ સન્માન અને ગામના દાતાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની એસ.એમ.સી.ની બેઠકમાં ગ્રામજનો દ્રારા રજુ કરવામાં આવેલ શાળાના, ગામના રસ્તા અંગેના અને પાણીના પ્રશ્વો મંત્રી ઓ ધ્યાનથી સાંભળ્યા હતા અને તેનો હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે એ.પી.એમ.સી. ચેરમેન , તાલુકા પંચાયત ઉપપ્રમુખ , જિલ્લા પુરવઠા અધિકારી દિપ્તિબેન પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી ચૌધરી, અગ્રણી મહેન્દ્રભાઇ પટેલ, વી.ડી.ઝાલા, પુંસરી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ , તાલુકા પંચાયત સદસ્યઓ, ગામના સરપંચઓ, એસ.એમ.સીના સભ્યો, શિક્ષકો, આંગણવાડી કાર્યકરરો, વાલીઓ, બાળકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!