ડિજિટલ યુગમાં દરરોજ અનેક લોકો સાયબર ક્રાઈમનો એનકેન પ્રકારે ભોગ બની રહ્યા છે લોકો ડીજીટલ સેવાનો ઉપયોગ તો બહોળા પ્રમાણમાં કરી રહ્યા છે પણ સાયબર સિક્યુરિટી અંગે ઓછી સમાજના પગલે ગઠિયાઓની જાળમાં આબાદ સપડાઈ લાખ્ખો રૂપિયા ગુમાવી રહ્યા છે અનેક સગીરાઓ અને યુવતીઓ સાયબાર ક્રાઇમનો ભોગ બની રહી છે ત્યારે સાબરકાંઠા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત હિંમતનગરમાં આવેલી ગ્લોરીયસ પબ્લિક સ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ.રાઠવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી.પ્રજાપતિ અને સ્ટાફ દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં વિદ્યાર્થીઓને રોજિંદી જીવનશૈલીમાં બનતા સોશિયલ મિડીયા તેમજ બેન્કિંગ ને લગતા સાયબર ક્રાઇમ વિશે જાણકારી આપવામાં આવી હતી અને સાયબર ક્રાઇમથી કઈ રીતે બચી શકાય તે અંગે વિસ્તૃત માહિતી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને આપવામાં આવી હતી






