38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સ્પામાં ચાલતા ગોરખધંધાનું પગથિયું ચઢતા ચેતજો : થોડીક મજા અપાવી શકે છે...

સ્પામાં ચાલતા ગોરખધંધાનું પગથિયું ચઢતા ચેતજો : થોડીક મજા અપાવી શકે છે 7 વર્ષ સુધીની કેદ..!!! ગુપ્તરોગોની દહેશત

0
1180

મેગાસીટીમાં સ્પાના નામે ચાલતા દેહવેપારનું દૂષણ હવે સંસ્કારી નગરી ગણાતા અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં જોવા મળી રહ્યું છે. મોડાસા શહેરમાં બિલાડીના ટોપની માફક સ્પાની હાટડીઓ ધમધમી રહી છે, જેમાં કેટલીક જગ્યાએ સ્પાના નામે દેહવેપારનો ધંધો ધમધમી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જીલ્લા સેવાસદન સામે આવેલા એ-વન થાઈ સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવેપારનો જીલ્લા એસઓજી પોલીસે પર્દાફાશ કરી સ્પાના માલિક, રૂપલલના સાથે રંગરેલિયા મનાવતો એક યુવક અને ત્રણ રૂપલલનાઓને ઝડપી પાડી કુટખાણાનો પર્દાફાશ કર્યો હતો, જેમાં પોલીસે સ્પાના માલિક અને ગ્રાહક સામે લાકડાતોડ કલમ લગાવી છે, જે અંતર્ગત ૭ વર્ષ સુધીની જોગવાઈ છે ત્યારે સ્પામાં મજા માણવા પહોંચેલા યુવકને થોડીક મિનિટ્સની મજાની સજામાં ૭ વર્ષ સુધી સજા ભોગવવાનો વારો આવી શકે છે.

મોડાસા શહેરમાં કેટલાક સ્પામાં મસાજ પાર્લરની આડમાં દેહવેપારનો ધંધો ધમધમી રહ્યો છે. મસાજ પાર્લરનો શહેરના કેટલાક સગીરોને ચસ્કો લાગ્યો છે અને તેનો લાભ સ્પાના સંચાલકો રૂપિયા કમાવવાની લાહ્યમાં કોઈપણ પ્રકારની રોકટોક વગર સગીરોને પણ પ્રવેશ આપી રહ્યા છે. જીલ્લાના અનેક યુવકો અને વૃધ્ધો પણ મસાજ પાર્લરની આડમાં રૂપલલનાઓની સોબત માણી આવતા હોય છે.

સ્પામાં મસાજ કરાવવા પહોંચતા ગ્રાહકોને પૂછતો સીધો સવાલ એટલે ‘એક્સ્ટ્રા સર્વિસ લોંગે ક્યા?’

મોડાસા શહેરમાં મોટા ભાગના સ્પામાં મસાજ કરાવવા જતા ગ્રાહકોને મસાજ કરતી યુવતીઓ મસાજ કરતા પહેલા જ એક્સ્ટ્રા સર્વિસ લોંગે ક્યાં…?? નો પ્રશ્ન પૂછી લે છે ત્યારે આ એક્સટ્રા સર્વિસ એટલે શું…!! તે અંગે પોલીસ તપાસ કરે તે ખુબ જરૂરી છે.

સ્પાની આડમાં ચાલતા દેહવેપારની મજા માણવા જતા HIV જેવા ગંભીર ગુપ્ત રોગોના શિકાર બની શકે છે

સ્પા ક્લચર થી આગમી સમયમાં અનેક યુવાનો અને પરીવારો શારીરિક રોગનો શિકાર બની શકે છે. સ્પાના નામે ચાલતા મસાજ પાર્લરમાં મસાજ કરાવવા જતા યુવકોને સ્પા કરતી રૂપલલ્લાઓ ધીરે-ધીરે લલચાવી શારીરિક સબંધ બાંધવા ઉશ્કેરી રહી છે. કેટલાક સ્પામાં તો રૂપલલ્લાઓ દારૂ અને બિયરનો નશો કરી ગ્રાહકોને મજા કરાવે છે. જેટલા રૂપિયા ખર્ચો તેવી સર્વિસ પણ આપે છે તેમજ અસમલામાત શારીરિક સબંધ બાંધતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

એ-વન સ્પામાં ઝડપેલા ઇસમો સામે થઇ છે આ કડક કાર્યવાહી, જો તમે ઝડપાયા તો ગયા
બે દિવસ પહેલા મોડાસાના શામળાજી રોડ પર આવેલા એ-વન થાઈ સ્પા અને મસાજ પાર્લરમાં એસ.ઓ.જી. દરોડા પાડીને બે યુવકો તેમજ ત્રણ યુવતીઓને ઝડપી પાડી હતી, ત્યારે મસાજનો સ્વાદ માણવા ગયેલા લોકો સામે પોલિસે અનૈતિક વેપાર અધિનિયમ 1956 ની કલમ 3,4,5,6(B), 7 અને 8 મુજબ કાર્યવાહી કરી છે, જેમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આમાં જો ગ્રાહક અથવા તો માલિક ઝડપાઈ ગયો તો બંન્ને સામે કાર્યવાહી થઇ શકે છે, એટલે પગથિયું ચઢતા પહેલા જરા ચેતી જજો કે, સાત વર્ષ જેલમાં જવું છે, મસાજ કરાવવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!