31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home એન્ટરટેનમેન્ટ The Kashmir Files : બીજા દિવસે જબરજસ્ત કમાણી, 10 કરોડનો આંકડો પાર

The Kashmir Files : બીજા દિવસે જબરજસ્ત કમાણી, 10 કરોડનો આંકડો પાર

0

અનુમખેર સ્ટાર ધ કાશ્મીર ફાઈલ્સ ફલ્મએ બીજા દિવસે ધમાકેદાર કમાણી કરી છે. શુક્રવાર 11 માર્ચના રોજ ફિલ્મના ઓપનિંગ ડે પર 3.55 કરોડ રૂપિયા બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી, ત્યારબાદ બીજા દિવસે પણ ફિલ્મમને સારો રીસ્પોન્સ મળ્યો હતો અને 100 ટકા નફો ફિલ્મએ કર્યો છે. વિવેક અગ્નિહોત્રીના દિગ્દર્શનમાં બનેલી ધ કાશ્મીર ફાઈલ્સ કહી શકાય કે, નાના બજેટની ફિલ્મએ મોટો ધમાકો કર્યો છે.

બીજા દિવસે 10 કરોડનો આંકડો પાર કર્યો

ટ્રેડ એનાલિસિસના તરણ આદર્શ એ ટ્વીટ કર્યું છે કે, ધ કાશ્મીર ફાઈલ્સ બીજા દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે અને બંપર કલેક્શન કર્યું છે, તેમણે એમ પણ લખ્યું કે, ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મએ બીજા દિવસે બમણાથી પણ વધારે કલેક્શન કરીને કુલ 12.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાં પ્રથમ દિવસ શુક્રવારે 3.55 કરોડ અને શનિવારે 8.50 કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે.

જૂજ સિનેમાઘરોમાં ફિલ્મ હોવા છતાં બમણી કમાણી

ધ કાશ્મીર ફાઈલ્સ ભારતના અંદાજે 561 સિનેમાઘરોમાં, 113 ઓવરસીજ સ્ક્રીન્સમાં રીલિઝ કરવામાં આવી છે. અન્ય ફિલ્મની સરખામણીએ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ઓછી સ્ક્રીન પર રીલિઝ થઇ હોવા છતાં સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, પ્રકાશ બેલાવડી, દર્શન કુમાર, પુનીત ઇસ્સર એ મહત્વની ભૂમિકા ભજવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!