28 C
Ahmedabad
Wednesday, May 15, 2024

એક ડગલું શાંતિનું : યુક્રેનના રાષ્ટ્રપતિ રશિયાના રાષ્ટ્રપતિ સાથે ઇઝરાયલમાં વાતચીત કરવા તૈયાર


યુક્રેન અને રશિયાના યુદ્ધના 18 દિવસ પછી એક સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં બંન્ને દેશ વાતચીત કરવા માટે તૈયાર થયા છે અને તે પણ ઇઝરાયલમાં.

Advertisement

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ઈઝરાયેલમાં વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ તે પહેલા યુદ્ધ વિરામ થવું જોઇએ. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, તેમણે ઇઝરાયલના પ્રધાનમંત્રી નફતાલી બેનેટ સાથે વાત કરીને તેમને કહ્યું હતું કે, તેઓ જેરુસલેમમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળવા માટે તૈયાર છે.

Advertisement

ઈઝરાયલના પ્રધાનમંત્રીએ મોસ્કોમાં પુતિન સાથે બેઠક કરી હતી, તેમજ યુદ્ધ સમાપ્ત કરવા તેમણે ફ્રાન્સ અને જર્મનીના નેતાઓ સાથે મધ્યસ્થતા માટે વાતચીત કરી હતી. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, પહેલા દ્રષ્ટીકોણ અગાઉની વાતચીતથી વિપરીત હતો. જેમા મોસ્કોએ માત્ર અલ્ટીમેટમ જાહેર કર્યા હતાં. યુક્રેનના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પુતિન તરફથી કેટલાક સકારાત્મક બદલાવ જોયા બાદ તેઓ હવે આશાવાદી બન્યાં છે.

Advertisement

હવે જોવું રહ્યું કે, બન્ને દેશ વચ્ચે શાંતિ માટે વાર્તાલાપ શક્ય બને છે કે, પછી પરિસ્થિતિ જૈસે સ્થે, લોકોની નજર હવે વાર્તાલાપ થાય તો તેના પર મંડરાઈ રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!