37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાષ્ટ્રીય અમૃતસરમાં AAP ની ભવ્ય વિજય યાત્રા, ભગવંતે મતદારોને ‘માન’ થી કહ્યું શુક્રિયા

અમૃતસરમાં AAP ની ભવ્ય વિજય યાત્રા, ભગવંતે મતદારોને ‘માન’ થી કહ્યું શુક્રિયા

0
292

પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં આમ આદમી પાર્ટીનું ભવ્યો વિજય સરઘસ અમૃતસર ખાતે યોજાયું હતું, જેમાં આપ ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરંવિંદ કેજરીવાલ પણ જોડાયા હતા. ભગવંત માને પંજાબની જનતાનો આભાર માન્યો હતો, અને ‘માન’ થી કહ્યું હતું કે, શુક્રિયા.

Image source – Twitter @AAPPunjab

અમૃતસર ખાતે યોજાયેલા વિજય સરઘસમાં તમામ ધારાસભ્યો સહિત આપ પાર્ટીના આગેવાનો પણ જોડાયા હતા, જેમાં દૂર દૂરથી સમર્થકો અને ટેકેદારો પણ વિજય સરઘસમાં જોડાયા હતા. આપ ની લહેરથી પંજાબમાં ઇતિહાસ સર્જાતા હવે તમામ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પૂરા થવાની પણ પંજાબની જનતા રાહ જોશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!