38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત રાજકોટ ખાતે ધર્મસભામાં સી.આર. પાટીલ અને વિજય રૂપાણી એક સાથે જોવા મળ્યા

રાજકોટ ખાતે ધર્મસભામાં સી.આર. પાટીલ અને વિજય રૂપાણી એક સાથે જોવા મળ્યા

0
221

રાજકોટ ખાતે આજે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિજય રૂપાણી અને સી. આર પાટીલ બંને બાજુની સીટ પર બેઠા હતા અને એકબીજા સાથે વાતો કરતા નજરે પડ્યા હતા.

જોકે આ પહેલા રાજકોટ ની અંદર જ એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે કે આ પહેલા રોડ શોમાં વિજય રૂપાણી ની ગેરહાજરી સી આર પાટીલ ના કાર્યક્રમમાં જોવા મળી હતી પરંતુ આ વખતે અલગ જ જોવા મળ્યું હતું.
31 ડિસેમ્બરના રોજ રાજકોટમાં રોડ શો યોજાયો હતો. વિજય રૂપાણીના શહેર રાજકોટમાં મુખ્યમંત્રી દ્વારા રોડ શો યોજાયો હતો જોકે, આ રોડ શોમાં વિજય રૂપાણી ગેરહાજર એ સમયે જોવા મળ્યા હતા. પરંતુ રોડ શો પૂરો થતાં ધર્મેન્દ્ર કોલેજના કાર્યક્રમાં રૂપાણી હાજર રહ્યા હતા. જેથી આ વાત પણ ચર્ચામાં રહી હતી કે વિજય રૂપાણી સી.આર.પાટીલ થી નારાજ છે માટે તેઓ રોડ શોમાં ગેરહાજર રહ્યા હતા પરંતુ આજે ધર્મ સભા ની અંદર બંને એક જ એકસાથે જોવા મળ્યા હતા વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી છે જ્યારે સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે.
આ ધર્મ સભા ની અંદર આ બન્ને દિગ્ગજ નેતાઓ એકબીજા સાથે વાતો કરતાં જોવા મળ્યા હતા આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ધર્મસભાને સંબોધન પણ કર્યું હતું જો કે આ પહેલાં સી આર પાટીલનો એક પ્રોગ્રામ તાપી જિલ્લાની અંદર યોજાયો હતો જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પણ હાજર રહ્યા હતા જ્યાં અમિત શાહની ઉપસ્થિતિ માં હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!