39 C
Ahmedabad
Saturday, May 18, 2024

કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાય બાદ, સોનિયા ગાંધી આપી શકે છે તેમના પદ પરથી રાજીનામું…


પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે.

Advertisement
ગઈ કાલે તેવામાં સોનિયા, પ્રિયંકા અને રાહુલ ગાંધીના રાજીનામાની અટકળો વહેતી થઈ હતી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ એક પણ રાજ્યમાં જીત મેળવી શકી નથી. જો કે રણદીપ સુરજેવાલ તેમજ અન્ય કોંગ્રેસના નેતાઓએ આ વાતને અફવા ગણાવી હતી. તેવામાં એવા પણ સમાચાર વહેતા થયા છે કે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. મંથન શિબિર વર્કિંગ કમિટીની પછી સોનિયા ગાંધી તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. તેવા સમાચાર સામે આવ્યા છે પરંતુ કોઈ સ્પષ્ટતા હજુ સુધી નથી થઈ. સોનિયા ગાંધી ઘણા સમયથી સક્રિય થઈ પ્રચાર કરતાં જોવા નથી મળી રહ્યા.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે. આવી સ્થિતિમાં પરિણામોની સમીક્ષા કરવા અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આજે યોજાઈ હતી.
જોકે એ વાત પણ જણાવી દઈએ કે,
કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણી ચાલી રહી છે અને પાર્ટીને 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે નવા અધ્યક્ષ મળી શકે છે. આ પછી, ઓક્ટોબર સુધીમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્ણ સત્રમાં CWCની ચૂંટણીઓ યોજાશે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!