38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સુરત:ગ્રીષ્મા હત્યા કેસમાં ૭૬ સાક્ષીઓની જુબાની પૂર્ણ,તમામે ફેનિલને ઓળખી બતાવ્યો, બીજુ ઘણું...

સુરત:ગ્રીષ્મા હત્યા કેસમાં ૭૬ સાક્ષીઓની જુબાની પૂર્ણ,તમામે ફેનિલને ઓળખી બતાવ્યો, બીજુ ઘણું બધું…

0
221

સુરતના પાસોદરામાં જાહેરમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા આરોપી ફેનિલ સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે, અત્યાર સુધીમાં કુલ ૭૬ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે,ત્યારે આવતીકાલે વધુ ૧૦ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે,અત્યાર સુધીમાં તમામ સાક્ષીઓએ ફેનિલને ઓળખી બતાવ્યો છે, છેલ્લી જુબાની હત્યામાં વપરાયેલું ચપ્પુ જે દુકાનમાંથી ખરીદવામાં આવ્યું હતું તે દુકાનદારનું લેવામાં આવ્યું હતું,જેમાં ફેનિલે પ્રોટેક્શન માટે ચપ્પુ લેતો હોવાનું દુકાનદારને જણાવ્યું હતું.

ફેનિલના કોલેજના મિત્રની પણ લેવાઈ જુબાની.

પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મુકીને તેની સરાજાહેરમાં હત્યા કરી નાખી હતી,અનેક લોકો ત્યાં હાજર હતા છતાં કોઇએ ગ્રીષ્મા વેકરિયાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો, જો કે પોલીસે આરોપીને પકડી તેની સામે ઝડપથી ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને કેસ કાર્યવાહી પણ કોર્ટમાં શરૂ કરી હતી, ફેનિલ ગોયાણીએ પાસોદરામાં અનેક લોકોની હાજરીમાં ગ્રીષ્મા વેકરિયાને પકડીને તેના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું, ફેનિલે જેની પાસે ચપ્પુ ખરીદ્યુ એ ઉપરાંત કોલેજમાં જે મિત્રને મળ્યો હતો તે સહિતના ૧૧ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી,કુલ ૭૬ સાક્ષીની જુબાની પૂરી કરાઈ હતી,હવે આવતીકાલે સોમવારે વધુ ૧૦ સાક્ષીની જુબાની લેવામાં આવશે,મહત્વનું છે કે કુલ ૧૯૦ સાક્ષીઓ આ કેસમાં છે,સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલે સાક્ષીઓની સરતપાસ કરી હતી.

ગ્રીષ્માના ભાઈ તેમજ કાકાની જુબાની લેવાઈ.

કોર્ટમાં ભાઇની જુબાની લેવાઈ હતી, સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમક્ષ હત્યા અગાઉનું અને હત્યા બાદનું સમગ્ર ચિત્ર ગ્રીષ્માના નાના ભાઈએ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું, ઘટનાને શબ્દો વડે તાજી કરતા ભાઇનું દિલ ભરાય ગયું હતું,તેણે કહ્યું હતું કે આરોપી જ્યારે સોસાયટીના નાકે ઊભો હતો ત્યારે તેને સમજાવવા ગયો તો ચપ્પુ પેટમાં મારવા જતા હું બચી ગયો પછી તેણે ગ્રીષ્માને પકડી લીધી અમે બચાવવા જઈએ એ પહેલાં ચપ્પુ ફેરવી દીધું હતું,ટ્રાયલ દરમિયાન હત્યા સમયે હાજર ગ્રીષ્માના કાકાની પણ જુબાની લેવામાં આવી હતી, સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સરતપાસ કરી હતી જ્યારે આરોપી પક્ષે એડવોકેટ ઝમીર શેખે ઉલટ તપાસ કરી હતી.

આરોપી ફેનીલ ચોરીના કેસમાં પણ પકડાયો હતો.

એક સાક્ષીએ કોર્ટમાં કહ્યું કે ફેનિલ અગાઉ કાર ચોરીના કેસમાં પકડાયો હતો,પોલીસે તેની અટક કરી હતી,તેણે કહ્યું કે ગ્રીષ્માના ઘરવાળા જ્યારે આવ્યા ત્યારે હું પણ ગયો હતો અને ફેનિલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, હું ગુસ્સે પણ ભરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!