27.3 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત બનાસકાંઠા ના થરાદમાં રતનપુરા ગામમાં મૃત હાલતમાં મળી મહિલાની લાશ

બનાસકાંઠા ના થરાદમાં રતનપુરા ગામમાં મૃત હાલતમાં મળી મહિલાની લાશ

0
262

થરાદના રતનપુરા ગામમાં મૃત હાલતમાં મળી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સંતોકબેન નામની મહિલાની શંકાસ્પદ હાલતમાં મળી આવી લાશ પોલિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ સંતાનોની માતાની તેના પતિએ હત્યા કરી હોવાનો મૃતક મહિલાના પિયર પક્ષના લોકોનો આક્ષેપ કર્યો હતો.

ઘટનાની જાણ થતાં થરાદ પોલીસે મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.  થરાદ રેફરલ હોસ્પિટલમાં મહિલાના મોતને લઈને લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા , જોકે પરિવાર દ્વારા હત્યાના આક્ષેપો થઇ રહ્યા છે પરંતુ સામાજિક જીવન જીવતા લોકો માટે આ લાલબત્તી સમાન ઘટના કહી શકાય તેમ છે. છાશવારે હત્યાના આશંકા વ્યક્ત પરિવારોએ અને ઘટનાઓમાં કરતી હોય છે ત્યારે પોલીસ પણ પોતાના પક્ષે તપાસનો દોર નો ધમધમાટ શરૂ કરવામાં આવતો હોય છે પણ સમગ્ર મામલે હાલ સામાજિક બદલીઓમાં આવી હત્યાઓ અથવા તો ગુનાઓનું પ્રમાણ પણ વધુ હોવાનું સામે આવ્યું છે.

થરાદના રતનપુરા ગામ માં મૃત હાલતમાં મહિલાની લાશ મળતા પરિવાર દ્વારા હત્યાના આક્ષેપો કર્યા છે, ઘટનાની ગંભીરતાને લઇને  પોલીસે પણ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ પણ હાથ ધરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!