32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખે અમદાવાદથી ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ...

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખે અમદાવાદથી ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

0
219

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે આજરોજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી અંતર્ગતની પ્રક્રિયા સંદર્ભે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ભીંત સૂત્રો પૈકી “મોદીનું ગુજરાત અને ગુજરાતના મોદી” “ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ” “સૌનો સાથ,સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ” એમ મુખ્ય સ્લોગન પોતાના સ્વહસ્તે ભીંત પર બનાવીને વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો જીતવા ભાજપાના કાર્યકર્તાઓ સુસજ્જ છે તેનું આહવાન કરી ચૂંટણી અભિયાનનું બ્યુગલ ફૂંકી શ્રી ગણેશ કર્યા હતા.

આ પ્રસંગે મીડિયાને સંબોધતાં પાટીલે જણાવ્યું કે આજ રોજ સુરત અને કર્ણાવતી ખાતે ભીંત ચિત્ર – વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનો શુભારંભ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપાએ છેલ્લા ૫ વર્ષ દરમ્યાન કરેલ કાર્યોને પ્રજા સુધી લઈ જવાશે. ભાજપા ગુજરાતમાં ૨૫ વરસથી વધુથી સેવા કરીને અનેકાનેક યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડયા છે. ભાજપા નવી તેમજ આધુનિક તમામ પદ્ધતિઓ થકી ચૂંટણી પ્રચાર કરી જનતા જનાર્દન સુધી પહોંચવાના તમામ પ્રયત્નો હાથ ધરશે.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અને મહાનગરના પ્રભારી પ્રદીપ સિંહજી વાઘેલા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!