27.4 C
Gujarat
Saturday, August 1, 2026
Home HeadLines મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. ડૉ. અનિલ જોષીયારાને પુષ્પાંજલી અર્પી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. ડૉ. અનિલ જોષીયારાને પુષ્પાંજલી અર્પી

0
841

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાના પાર્થિવ દેહ પર પૂષ્પાંજલિ અર્પણ કરી સદ્દગતને અંતિમ વિદાય આપી હતી

મુખ્યમંત્રી મંગળવારે સવારે ભિલોડા પહોચ્યા હતા અને ગઇકાલે સોમવારે, ચેન્નાઇમાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દુઃખદ અવસાન પામેલા ડૉ. અનિલ જોષીયારાના શોકસંતપ્ત પરિવારજનોને ભિલોડામાં રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી.

મુખ્યમંત્રી સાથે રાજ્યના આઇ જાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઇ ડીંડોર, વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ ભાઇ રાઠવા તથા ધારાસભ્યો સર્વ રાજેન્દ્રસિંહ,પૂંજાભાઇ વંશ, જશુભાઇ પટેલ, અશ્વિન કોટવાલ અને અન્ય અગ્રણીઓએ પણ સદ્દગતના નશ્વર દેહને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!