asd
18 C
Ahmedabad
Tuesday, December 10, 2024

સાબરકાંઠા : ઇડર ખાતે રાજ્યકક્ષાનો 7 મો ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો, જાણો તેની ખાસિયત


નીરવ જોશી, સાબરકાંઠા

Advertisement

રાજ્યકક્ષાનો ૭ મા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ની ખાસિયતો DIET- ઈડર ના પ્રાચાર્ય કેટી પોરાણીયાએ વિસ્તૃત રીતે જણાવી

રાજ્યકક્ષાના ઇનોવેશન એજયુકેશન ફેરનો આજે બીજો દિવસ છે ત્યારે આયોજન કરનાર ડાયટના પ્રાચાર્ય સાહેબે વિદ્યાર્થીઓના ગુણાત્મક  શિક્ષણ અર્થે વિવિધ જિલ્લાના શિક્ષકો દ્વારા ૧૬૦ જેટલા ઇનોવેટિવ સ્ટોલ રજૂ કરાયા તે વિશે મેરા ગુજરાતની ટીમ સાથે વિસ્તૃત માહિતી આપી હતી આવો જાણો તેમની શું કહ્યું તે તેમના મોઢે સાંભળીએ શું કહે છે કે.ટી.પુરાણીપુરાણીયા જુઓ

Advertisement

Advertisement

શિક્ષણમાં નાવીન્યપૂર્ણ પ્રવૃતિઓ થકી ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વિવિધ વિષયોની મોટાભાગની અધ્યયન-અધ્યાપન નિશ્પતિઓ  સિધ્ધ થાય અને વિદ્યાર્થીઓને ગુણાત્મક શિક્ષણ પ્રાપ્ત થાય તથા શિક્ષકો દ્વારા વર્ગખંડમા થયેલ નવતર પ્રવુતિઓને યોગ્ય સ્ટેજ મળી રહે તે હેતુથી ઈનોવેશન ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવે છે.

Advertisement

Advertisement

આ કાર્યક્રમમાં ગુજરાતના ૧૬૦ જેટલા ઇનોવેટિવ ટીચર્સ દ્વારા વિવિધ ઇનોવે ટિવ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા.  જેમાં ભાષા,ગણિત,વિજ્ઞાન, પર્યાવરણ ,ચકાસણી અને મૂલ્યાંકન ,મૂલ્ય શિક્ષણ,ટેકનોલોજીનો ઉપયોગ , સ્વાસ્થ્ય અને પોષણ ,લોકભાગીદારી , નીતિવિષયક ,વહીવટ જેવા વિષયોમાં વિદ્યાર્થીઓને નડતરરૂપ સમસ્યાના સમાધાન અર્થેની  ઈનોવેટિવ કૃતિઓ રજૂ કરાઈ હતી.

Advertisement

આ કાર્યક્રમ દરમિયાન વ્યાખ્યાનશ્રેણી નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બીએડના વિદ્યાર્થીઓને ઇનોવેટીવ ફેસ્ટિવલ અંગે માહિતી આપી વિવિધ ક્લાસરૂમોમાં સંવાદ સાધ્યો હતો. આ ઉપરાંત ઇનોવેટીવ ફેસ્ટિવલ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ફક્ત ગુજરાતમાં જ ઈનોવેશન ફેસ્ટિવલ યોજવામાં આવે છે.રાજ્ય કક્ષાના ઇનોવેટીવ ફેસ્ટિવલમાં રાજ્યના જુદા જુદા જિલ્લાના શિક્ષક અને શિક્ષિકાઓએ ઉત્સાહભેર જોડાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!