34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોએ સ્વ. ડો.જોષિયારાની અંતિમ યાત્રામાં જોડાયા, શ્રદ્ધાંજલિ...

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોએ સ્વ. ડો.જોષિયારાની અંતિમ યાત્રામાં જોડાયા, શ્રદ્ધાંજલિ અર્પી

0
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ આરોગ્ય મંત્રી તેમજ ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોષિયારાને શ્રદ્ધાજલિ આપવા માટે પહોંચ્યા હતા, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અર્જૂન મોઢવાડિયા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના આગેવાન મધુસુદન મિસ્ત્રી વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ ભાઇ રાઠવા તથા સર્વે ધારાસભ્યો રાજેન્દ્રસિંહ,પૂંજાભાઇ વંશ, જશુભાઇ પટેલ, અશ્વિન કોટવાલ અને અન્ય અગ્રણીઓએ પણ સદ્દગતના નશ્વર દેહને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષ ના વરિષ્ઠ આગેવાન, ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય સ્વ. અનિલ જોશીયારાજી ની અંતિમ યાત્રામાં જોડાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર સ્વજનોને સાંત્વના પાઠવી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે લખ્યું કે,  પરમકૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને એમના પરિવાર સ્વજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!