39 C
Ahmedabad
Wednesday, May 8, 2024

મેઘરજના અંતરિયાળ અધિકારીઓ શ્રમિકોની હોળી બગાડશે કે શું ? નરેગા કામના નાણા નહીં મળતા હોળી પર્વ પૂર્વે હૈયા હોળી


જાહેર કાર્યક્રમો અને તહેવારોની ઉજવણીમાં કરોડોનો ધુમાડો કરતી ભાજપ સરકારને આજે દેશના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને રોજગારી આપવા માટે ગ્રાન્ટ નથી કે શું મહાત્મા ગાંધી રોજગાર ગેરેન્ટી કાયદા હેઠળ રોજગાર મેળવતા અરવલ્લી જીલ્લાના મેઘરાજ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ૩૦૦ થી વધુ ગરીબ પરિવારના લોકોને છેલ્લા ત્રણ મહિનાથી મહેનતાણું નહીં મળતા હાલત કફોડી બની છે હોળી-દૂળેટીના પર્વમાં ગરીબ પરિવારો માટે હૈયા હોળી બને તે પહેલા લોકોએ રામધૂન બોલાવી સરકાર અને તંત્રને ગાઢ નિંદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.

Advertisement

Advertisement

કેન્દ્રસરકાર દ્વારા ગરીબ લોકો ને કામ ના પ્રમાણ માં રોજગારી મળી શકે તે માટે મનરેગા યોજના શરૂ કરવા માં આવી છે આ યોજના દ્વારા ગરીબ લોકો ને તળાવોમાં ચોકડી ખોડવી વગેરે કામ આપવા માં આવે છે અને એ કામ ના નિયમ મુજબ નાણાં ચૂકવવા માં આવે છે ત્યારે મેઘરજ ના અંતરિયાળ આદિવાસી વિસ્તારો માં આશરે 300થી વધુ પરિવારો એ છેલ્લા ત્રણ માસ થી મનરેગા દ્વારા કરેલ કામના નાણાં ચૂકવવા માં આવ્યા નથી આ ગરીબ લોકો નો હાલ રોજગારી માટે એક માત્ર આધાર મનરેગા ના કામ ઉપર છે ત્યારે છેલ્લા ત્રણ માસ થી ખાવા માટે પણ ફાંફાં પડી રહ્યા છે આદિવાસી સમાજ માટે હોળી એ મુખ્ય તહેવાર ગણાય છે ત્યારે નાના બાળકો પણ તહેવાર ટાણે કપડાં વગર ટળવળે છે ત્યારે આ વર્ષે પૈસા વગર ગરીબોની હોળીના તહેવારમાં હાલત દયનિય બની છે.

Advertisement

Advertisement

મનરેગામાં કામ કરનાર મહિલાના જણાવ્યા અનુસાર, ત્રણ ત્રણ માસ થી કામના નાણાં ના મળતા ઘર નું તંત્ર બદલાઈ ગયું છે ગ્રામજનોએ અનેક વખત તંત્ર માં રજુઆત કરી છે છતાં તંત્ર ના પેટ નું પાણી હલતુ નથી મનરેગાના નાણાં વગર ટળવળું પડતા છેવટે ગરીબ પરિવારોએ હોળી સમયે નાણાં મળે તે માટે પોતાના નિવાસ સ્થાને જ રામધૂન કરી હતી અને તંત્ર ને જગાડવા નો પ્રયત્ન કરી ઝડપી મનરેગા ના હક ના નાણાં માટે માંગ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!