28 C
Ahmedabad
Tuesday, May 14, 2024

પશુ દાણમાં ભાવ વધારાનો વિરોધ, ભાવ વધારો પાછોં ખેંચવાની માંગ સાથે CITU ની કલેક્ટરને રજૂઆત


મોંઘવારીએ જોર પકડ્યું છે ત્યારે ખેડૂતો અને પશુ પાલકોને વધુ એક ફટકો પડતા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. તાજેતરમાં જ સાબર ડેરી દ્વારા સાબર દાણ અને મકાઈના ભરડાનો ભાવ વધારે કરતા પશુ પાલકોને હાલાકીઓનો સામનો કરવો પડતો હોઇ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય કિસાન સભા અને સી.આઈ.ટી.યુ. ના આગેવાનોએ કલેક્ટરને આવેદન પત્ર આપી ભાવ વધારે પાછોં ખેંચવાની માંગ કરાઈ છે.

Advertisement

અરવલ્લી જિલ્લા  અખિલ ભારતીય કિસાન સભા અને સી.આઈ.ટી.યુ. ના આગેવાનોનું કહેવું છે કે, ખાતર, બિયારણ, અને દવાઓ ના ભાવ વધારારાથી ખેતી ખોટનો ધંધો બની છે ત્યારે પશુ પાલકો ને ભાવ વધારાથી પડતા ઉપર પાટુ પડવા જેવો ઘાટ સર્જાયો છે. જે રીતે દૂધની બનાવટો માં પણ ભાવ વધારો કરી ને આમ જનતાને બેવડો માર માર્યો છે, તેના વિરોધમાં કલેક્ટર અને જિલ્લા રજિસ્ટારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, તાત્કાલિક તમામ પ્રકારનો ભાવ વધારો પાછો ખેંચવા માં આવે અને પશુ પાલકો અને આમ જનતા ને આજની કારમી મોંઘવારીમાં રાહત આપવામાં આવે.

Advertisement

Advertisement

આ પ્રસંગે કિસાન સભા ના પ્રમુખ ભલાભાઈ ખાંટ તેમજ સી.આઈ.ટી.યુ. ના પ્રદેશ મંત્રી ડી આર જાદવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સાબર ડેરી તેના મૂળ હેતુથી ભટકી છે અને લુંટ નો અડ્ડો બની છે અને સહકાર ની ભાવનાને ભુલી ને વેપારી બની ગઈ છે. આમ ને આમ સહકારી માળખાને ઉધઈ ની જેમ ચોટેલા સહકારી આગેવાનો તોડી નાખશે. સરકાર ની ખેડૂતો વિરોધી, જનતા વિરોધી, ખાનગી કરણ ની નિતિયો તેમજ કોરપોરેટ જગત ની શરણે જવાની નિતિઓ ને કારણેજ થાય છે તેમ જણાવ્યું હતું.

Advertisement

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!