26 C
Gujarat
Saturday, August 1, 2026
Home એન્ટરટેનમેન્ટ ચર્ચાસ્પદ બનેલા ધ કશ્મીર ફાઇલ્સને લઈને વડાપ્રધાને પણ પોતાનું નિવેદન આપ્યું

ચર્ચાસ્પદ બનેલા ધ કશ્મીર ફાઇલ્સને લઈને વડાપ્રધાને પણ પોતાનું નિવેદન આપ્યું

0
217

11 માર્ચના રોજ કાશ્મીર ફાઈલ દેશભરમાં રિલીઝ થઈ છે. અનુપમ ખેર અને મિથુન ચક્રવર્કતી અભિનીત ધ કશ્મીર ફાઇલ્સને લઈને વડાપ્રધાને પણ પોતાનું નિવેદન આપ્યું છે તેઓ પણ ફિલ્મથી ગદ ગદ થયા છે.

ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ તાજેતરમાં પીએમને મળ્યા હતા. હવે ખુદ પીએમ મોદીએ ભાજપની મહત્વની બેઠકમાં ફિલ્મ અંગે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તેના સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દિવસોમાં સિનેમાઘરોમાં ચાલી રહેલી ફિલ્મ કાશ્મીર ફાઇલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તે 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોના નરસંહાર અને હિજરતની દુર્ઘટના દર્શાવે છે. આ રીતે તેમને ફિલ્મના વખાણ કર્યા હતા. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે પીએમ મોદીએ બીજેપી સંસદીય દળની બેઠકમાં ફિલ્મ કાશ્મીર ફાઇલ્સનો ઉલ્લેખ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!