28 C
Ahmedabad
Tuesday, May 14, 2024

નરેશ પટેલ આપમાં જોડાય તેવી અટકળો વહેતી થઇ, ‘AAP’ ના કર્યા વખાણ !


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ઉથલ-પાથલ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મોટા નેતાઓ ક્યાંથી ક્યાં જતા રહે તે કહેવું મુશ્કેલ છે. હાલ તો ભાજપની લહેર હોવાથી કોંગ્રેસમાં ગાબડા પડતા કેટલાય સમાચારો મળતા રહે છે, ત્યારે પંજાબમાં ઝાડૂ ફરી વળતા હવે ગુજરાતમાં પણ આપની લહેર લાવવા પ્રયાસો થઇ રહ્યાના સંકેતો મળી રહ્યા છે. આ વચ્ચે નરેશ પટેલે આમ આદમી પાર્ટીના વખાણ કરતા અનેક અટકળો લાગી છે કે તેઓ આપમાં જોડાઈ શકે છે.

Advertisement

નરેશ પટેલ આપ સરકાર ના વખાણ કર્યા છે, નરેશ પટેલને રાજ્યસભામાં ચાન્સ આપવામાં આવી શકે છે. પંજાબમાંથી નરેશ પટેલને રાજ્યસભાના સાંસદ બનાવવાની આપની ગણતરી છે તેવી વાતો વહેતી થઈ છે.

Advertisement
એવી પણ માહિતી સામે આવી રહી છે કે, તાજેતરમાં જ દિલ્હીની મુલાકાતે તેઓ જઈ આવ્યા છે નરેશ પટેલ માર્ચના અંત સુધીમાં રાજકીય પ્રવેશ અંગે નિર્ણય લઈ શકે છે.
આમ આદમી પાર્ટીએ પંજાબ બાદ ગુજરાતમાં સક્રિયતા દાખવી પાર્ટી છે. આમ આદમી પાર્ટી નરેશ પટેલને ગુજરાતમાં ચહેરો બનાવી શકે છે કેમ કે પાટીદારો ગુજરાતમાં સરકારથી નારાજ છે કેમ કે તેમના કશો પણ હજુ સુધી પરત નથી લેવાય.
આ પહેલા નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં એટલું કબૂલ્યું છે કે તેઓ આગામી પંદર દિવસની અંદર રાજકીય કારકિર્દીનો નિર્ણય લઈ શકે છે રાજકારણમાં તે જોડાશે કે નહીં જોડાય તે અંગેનો અંતિમ નિર્ણય તેઓ 20માંથી 30 માર્ચ ની વચ્ચે લેશે.
લોકોના કામ નથી થઈ રહ્યા છે માટે હું રાજકારણમાં જોડાવા માગું છું તેવું તેમણે આજે જણાવ્યું છે. સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તેમાં આમ આદમી પાર્ટી તરફ તેમનો ઝુકાવ રહે તેવી શક્યતા છે પંજાબનું જે રીતે પરિણામ આવ્યું છે તે જોતાં નવા જૂની થઇ શકે છે. 20થી 30 માર્ચ ની વચ્ચે તેઓ આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ શકે છે. પંજાબમાં રાજ્યસભામાં ઉમેદવારો છે તેમની ફોર્મ ભરવાની સાંસદ તરીકેની 21 માર્ચ છે ત્યારે તેઓ તેમાં જોડાઈ શકે તે પ્રકારની શક્યતા છે કેમકે 20થી 30 માર્ચ ની વચ્ચે તેમણે જોડાવાના સંકેત આપ્યા છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!