28 C
Ahmedabad
Tuesday, May 14, 2024

સાણંદ ટ્રિપલ મર્ડર કેસમાં આરોપી હાર્દિક ચાવડાને ફાંસીની સજા, 10 લાખનો દંડ


અમદાવાદની મિર્ઝાપુર કોર્ટે સાણંદ ટ્રિપલ મર્ડર કેસમાં આરોપી હાર્દિક ચાવડા ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ 10 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે  વર્ષ 2018માં બહેને પ્રેમ લગ્ન કરતા ભાઇને લાગી આવતા ગુસ્સામાં યુવકે સગર્ભા બહેન-બનેવીની હત્યા કરી નાખી હતી.

Advertisement

મહત્વપૂર્ણ છે કે સાણંદમાં વર્ષ 2018માં ત્રિપલ મર્ડર કેસમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. આરોપી હાર્દિક ચાવડાએ પોતાની ગર્ભવતી બહેન કરૂણા અને બનેવી વિશાલની હત્યા કરી નાખી હતી. બહેને કરેલા પ્રેમ લગ્ન આરોપીને મંજૂર ના હોવાને કારણે અદાવત રાખી ત્રિપલ મર્ડર કર્યુ હતુ. આ હત્યાના કેસમાં જિલ્લા કોર્ટ ના જજ જે.એ. ઠક્કરે તેને દોષિત ઠેરવ્યો હતો.

Advertisement

મહત્વપૂર્ણ ચુકાદાની સાથે સાથે કોર્ટે મૃતકના પરિવાર ને 10 લાખ રૂપિયા નું વળતર ચુકવવા નો પણ કોર્ટે આદેશ કર્યો છે. આ કેસ ના સાક્ષી ને 50,000 રૂપિયા નું વળતર ચુકવવા નો  પણ કોર્ટે આદેશ કર્યો છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે.

Advertisement

ટીમ – મેરા ગુજરાત, અમદાવાદ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!