34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ધર્મ / જ્યોતિષ શામળાજી : ફાગણ સુદ પૂર્ણિમાને લઇને કાળિયા ઠાકોરના દર્શન અને આરતીનો સમય,...

શામળાજી : ફાગણ સુદ પૂર્ણિમાને લઇને કાળિયા ઠાકોરના દર્શન અને આરતીનો સમય, તડામાર તૈયાર

0

અરવલ્લી જિલ્લાના ના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે હોળી પર્વ અને ફાગણ સુદ પૂર્ણિમાને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભગવાનના દર્શન માટે વહેલી સવારથી કાર્યક્રમને લઈ એક ટ્રસ્ટ દ્વારા રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. ફાગણ સુદ પૂર્ણિમાને લઇને મંદિરના દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે.

ભગવાન શામળિયાના દર્શનનો સમય

સવારે 6-00 કલાકે મંદિર ખુલશે

મંગલા આરતી થશે સવારે – 6: 45 કલાકે શણગાર આરતી ત્યારબાદ સવારે 8:30 કલાકે મંદિર બંધ થશે અને રાજભોગ ધરાવાશે સવારે 11- 30 કલાકે મંદિર બંધ થશે ( ઠાકોરજી પોઢી જશે ) બપોરે 12- 30 કલાકે ઉત્થાપાન ( મંદિર ખુલશે ) બપોરે 2- 30 કલાકે સંધ્યા આરતી સાંજે 7-00 કલાકે
શયન આરતી રાત્રે 08:15 કલાકે મંગલ મંદિર ( બંધ ) કરાશે હોવાની એક મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!