37 C
Ahmedabad
Wednesday, May 15, 2024

ટ્રાફિક ડ્રાઇવ : હેલ્મેટ અને સીટબેલ્ટ નહીં પહેરવા બદલ 9 દિવસમાં આટલો મોટો દંડ અમદાવાદીઓએ ભર્યો


ગૃહ વિભાગ દ્વારા અમદાવાદમાં તેમજ અન્ય શહેરોમાં ટ્રાફિક ડ્રાઇવ ચાલી રહી છે જેમાં અમદાવાદ માં જ ફક્ત 9 દિવસમાં 24 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

Advertisement
માસ્કના નિયમમાં દંડાત્મક કાર્યવાહી થઈ હતી એમ હવે કોરોનાકારમાં માસ્ક નહીં પહેરનાર લોકોને દંડવામાં આવ્યા હતા. કોરોના બાદ હવે ધીમે ધીમે ફરી હેલ્મેટ સીટ બેલ્ટ ના નિયમ કડક કરવામાં આવી રહ્યા છે. હવે રોડ પર અકસ્માતો અટકાવવાના હેલ્મેટ અને સીટબેલ્ટ ના પહેરીને નિયમોનો ભંગ કરનાર નાગરિકો સામે હવે રાજ્યની પોલીસ તવાઇ મચાવી રહી છે. હેલ્મેટ અને સીટબેલ્ટ નિયમનો ભંગ કરવા બદલ અમદાવાદીઓ વર્ષે 40 કરોડ દંડ ભરે છે. હવે ફરી ડ્રાઇવ શરૂ કરાતા લોકોને નિયમના ભંગ બદલ દંડવામાં આવશે.
ગુજરાતમા 15 માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવશે. પોલીસને હેલ્મેટ તથા સીટબેલ્ટ ભંગ કરતા લોકો સાથે વધુમાં વધુ કેસ કરવા આદેશ આપ્યો છે.
3 વર્ષમાં દંડમાંથી વસૂલવામાં આવેલ અંદાજે આવકના આંકડાઓ ઘણા મોટા છે. જેમાં ખાસ કરીને જુદા જુદા નિયમ ભનાગ બાળક દંડ કરવામાં આવ્યો છે.
3 વર્ષમાં દંડમાંથી વસૂલવામાં આવેલ અંદાજે આવકના આંકડાઓ
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન 400 કરોડ
માસ્ક દંડ 250 કરોડ
વીજળી ચોરી 420 કરોડ
લેટ વીજબિલ ચાર્જ 634 કરોડ
ટ્રાન્સપોર્ટને લગતા નિયમભંગ 250 કરોડ
સ્ટેમ્પ-રજિ. ફી દંડ 170 કરોડ
આબકારી વિભાગ દંડ 20 કરોડ
સ્ટેટ જીએસટી દંડ 50 કરોડ
જન્મ-મરણ નોંધણી દંડ 40 લાખ
જાહેર આરોગ્ય 75 કરોડ
અન્ય 200-300 કરોડ

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!