38 C
Gujarat
Sunday, July 12, 2026
Home એન્ટરટેનમેન્ટ The Kashmir Files : 5માં દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી,...

The Kashmir Files : 5માં દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, કમાણીનો રેકોર્ડ તોડી 50 કરોડને પાર

0
339

અનુમખેર સ્ટાર ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મએ બીજા દિવસે ધમાકેદાર કમાણી કરી છે. ફિલ્મ રીલિઝ થયાના પાંચમા દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે અને  કમાણી કરીને રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહી છે. પાંચમા દિવસે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ એ કમાણીમાં 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી દીધો છે. શુક્રવાર 11 માર્ચના રોજ ફિલ્મના ઓપનિંગ ડે પર 3.55 કરોડ રૂપિયા બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી, ત્યારબાદ બીજા દિવસે પણ ફિલ્મમને સારો રીસ્પોન્સ મળ્યો હતો અને 100 ટકા નફો ફિલ્મએ કર્યો છે. વિવેક અગ્નિહોત્રીના દિગ્દર્શનમાં બનેલી ધ કાશ્મીર ફાઈલ્સ કહી શકાય કે, નાના બજેટની ફિલ્મએ મોટો ધમાકો કર્યો છે.

ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી ની  ધ કાશ્મિર ફાઈલ્સ બોક્સ ઓફિસ પર નોન સ્ટોપ આગળ વધી રહી છે. 11 માર્ચના રોજ સિનામાઘરોમાં આવેલી ફિલ્મ હાઉસફૂલ શો ચાલી રહ્યા છે. 3.44 કરોડની ધમાકેદાર ઓફનિંગ થયા પછી બીજા દિવસે ધ કાશ્મીર ફાઈલ્સ પિલ્મ ડબલ ડિજિટ માં કલેક્શન શરૂ કરી દેવાનું શરૂ કરી દિધું છે. હવે પાંચમા દિવસે ફિલ્મના કલેક્શનમાં બંપર ઉછાળો આવ્યો અને કમાણીનો આંકડો 50 કરોડને પાર પહોંચી ગયો.

જૂજ સિનેમાઘરોમાં ફિલ્મ હોવા છતાં બમણી કમાણી

ધ કાશ્મીર ફાઈલ્સ ભારતના અંદાજે 561 સિનેમાઘરોમાં, 113 ઓવરસીજ સ્ક્રીન્સમાં રીલિઝ કરવામાં આવી છે. અન્ય ફિલ્મની સરખામણીએ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ઓછી સ્ક્રીન પર રીલિઝ થઇ હોવા છતાં સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, પ્રકાશ બેલાવડી, દર્શન કુમાર, પુનીત ઇસ્સર એ મહત્વની ભૂમિકા ભજવી છે.

Image by @taran_adarsh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!