28 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત અરવલ્લી : જિલ્લામાં 12 થી 14 વર્ષના બાળકોને વેક્સિનેશન કામગીરી

અરવલ્લી : જિલ્લામાં 12 થી 14 વર્ષના બાળકોને વેક્સિનેશન કામગીરી

0
279

સમગ્ર રાજ્યમાં 12 થી 14 વર્ષના બાળકોને વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે  અરવલ્લી જિલ્લામાં વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાની વિવિધ શાળાઓમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા વેક્સિનેશન માટે ફાળવવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં અંદાજે 40,000 જેટલા વિદ્યાર્થીઓને વેક્સિનેશન આપવામાં આવનાર છે, આ માટે 200 કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. માઈક્રો પ્લાનિંગથી આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરવા માટે કવાયત તેજ કરવામાં આવી છે.

મોડાસા ખાતે વેક્સિનેશનની કામગીરીનું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. જી. શ્રીમાળી, નાયબ આરોગ્ય અધિકારી ડૉ. કૌષલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા વેક્સિનેશન કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી. મોડાસા કેળવણી મંડળ સંચાલિત શ્રી. કે. એન. શાહ હાઇસ્કૂલ ખાતે મંડળના પ્રમુખ બિપીન આર. શાહ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ની અલગ અલગ ટીમ તૈનાત કરાઇ હતી.

નાયબ આરોગ્ય અધિકારી ડૉ. કૌશલ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!