33 C
Ahmedabad
Friday, March 29, 2024

વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના : અરવલ્લી જીલ્લામાં રક્તદાન, વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ, વડીલોનું સન્માન કરી જેલ મુક્તિની માંગ


દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ગૃહરાજ્ય મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેમના સમર્થનમાં ઉત્તર ગુજરાતમાં મહાસંમેલન યોજ્યાં બાદ તેમની જેલ મુક્તિ માટે અર્બુદાસેનાએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે અરવલ્લી જીલ્લા અર્બુદા સેનાએ ગાંધીજીની 153મી જન્મજ્યંતિ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યોની મહેક પ્રસરાવી છે જિલ્લાના 5 તાલુકામાં રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ અને વડીલોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો

Advertisement

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં થોડા દિવસ અગાઉ યોજાયેલા અર્બુદાસેનાના મહાસંમેલનમાં 2 જી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરી વિપુલ ચૌધરીની જેલમુક્તિની માંગ માટે અર્બુદાસેના ગુજરાત દ્વારા આહવાન કરવામાં આવતાં અરાવલ્લી જીલ્લાના 5 તાલુકામાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા
અરવલ્લી જીલ્લા અર્બુદાસેનાના પ્રમૂખ મનીષ પટેલના જણાવ્યા અનુસાર સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણના હિતેચ્છુ અને અર્બુદાસેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની પ્રેરણાથી રક્તદાન સહીત સેવાકીય કાર્યો કરી 150 થી વધુ બોટલ રક્ત એકઠું કરી જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે તેમ જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!