38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા કલેક્ટર રમઝટ નવરાત્રી મહોત્સવમાં ગરબે ઘૂમ્યા

અરવલ્લી જિલ્લા કલેક્ટર રમઝટ નવરાત્રી મહોત્સવમાં ગરબે ઘૂમ્યા

0
250

અરવલ્લી જિલ્લામાં નવરાત્રી મહોત્સવની ધૂમ છે ત્યારે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે. મોડાસાની રમઝટ નવરાત્રી મહોત્સવમાં જિલ્લા કલેક્ટર ડૉ.નરેન્દ્રકુમાર મિના પરિવાર સાથે પહોંચ્યા હતા જ્યાં તેમણ પરિવાર અને આયોજકો સાથે ગરબા રમ્યા હતા. મોડાસા બાયપાસ રૉડ પર પાટીદાર સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે ત્યારે જિલ્લા કલેકટર પણ ગરબા નિહાળવા પહોંચ્યા હતા જ્યાં તેઓ પરિવાર સાથે માતાજીના ચાંચર ચોકમાં ગરબે ઘુમતા જોવા મળ્યા હતા.

આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણી વિભાગ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જે અંગે પણ જિલ્લા કલેક્ટર લોકોને મતદાને લઇને અપીલ કરી હતી. હાલ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ઇવીએમ અને વીવીપેટ નિદર્શન કેમ્પ નવરાત્રી મહોત્સવમાં ચાલી રહ્યા છે, તે અંગે પણ જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિનાએ માહિતી આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!