31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી: ભિલોડામાં ઉમિયા ગરબી મંડળ દ્વારા નવલી નવરાત્રી મહોત્સવ


ભિલોડામાં શ્રી ઉમિયા ગરબી મંડળ દ્વારા નવલી નવરાત્રીની મહોત્સવ પાવન પર્વ આઠમ નિમિત્તે માંઈ – ભક્તો ધ્વારા સમુહ આરતીનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ દરમિયાન હજ્જારો માંઈ – ભક્તો ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર જોડાયા હતા.માંઈ – ભક્તોએ સમુહ આરતીમાં શ્રધ્ધાભેર ભાગ લીધો હતો.નવલી નવરાત્રી મહોત્સવ દરમિયાન અબાલ,વૃધ્ધ સહિત યુવાધન ગાયકવૃંદના તાલે હિલોડે ચઠયું હતું. ખૈલેયાઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો.ભિલોડા શ્રી ઉમિયા ગરબી મંડળ,પ્રમુખ હર્ષદભાઈ સોની,પિનાકીનભાઈ પટેલ,અનિકેત પટેલ,નટુભાઈ પાટીદાર,કમલેશભાઈ પટેલ,પ્રફુલભાઈ રાવલ,રાજુભાઈ પોરવાલ,મિતેશભાઈ ભાવસાર, કિરણભાઈ પંચાલ,હેમંતભાઈ લીંબાણી,જતીનભાઈ પટેલ,વિકાસભાઈ શાહ સહિત સેવાભાવી  આયોજકોએ દાતાઓનું વિશેષ સન્માન કર્યું હતું.આદ્યશકિત,જગત જનની અંબે માં ની મહા આરતી દરમિયાન માંઈ – ભક્તોએ હાથમાં શુસોભિત આરતી અને દિવડા હાથમાં લઈને માતાજીની આરતી ભકિતભાવ પુર્વક ઉતારી હતી.મહા આરતી દરમિયાન દિવડાઓના દિવ્ય ઝગમગાટથી અલૌકિક અજવાળુ પ્રગટ થયું હતું.માંઈ – ભક્તોએ અંબે માં ના દર્શન કરીને પ્રસાદી મેળવી ધન્યતા અનુભવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!