28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા: હિંમતનગરમાં સી.આર.પાટીલના હસ્તે પરશુરામ ભગવાનની પ્રતિમાનું ખાતમુહૂર્ત

સાબરકાંઠા: હિંમતનગરમાં સી.આર.પાટીલના હસ્તે પરશુરામ ભગવાનની પ્રતિમાનું ખાતમુહૂર્ત

0
131

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે હિંમતનગર શહેરમાં પરશુરામ ભગવાનની પ્રતિમા માટેનું ખાતમુહૂર્ત અને શહેરના માર્ગનું નામકરણ કરવામાં આવ્યું.

પ્રતિમા બનાવવા માટે સીઆર પાટીલે 11 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી.

હિંમતનગર શહેરમાં ટાવર નજીક આવેલ નગરપાલિકા ગાર્ડનમાં બ્રહ્મ સમાજના ભગવાન પરશુરામની પ્રતિમાનું ખાતમુર્હત કરવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ હિંમતનગર આવ્યા હતા અને ખાતમુર્હત કર્યું હતું તો બીજી તરફ હિંમતનગર ટાવર સર્કલથી છાપરીયા ચાર રસ્તા સુધીના માર્ગનું પણ પરશુરામ ભગવાનના નામથી નામ આપવામાં આવ્યું હતું સાથે જ ટાવર ચોક થી રેલી સ્વરૂપે હિંમતનગર ટાઉનહોલ ખાતે સભા યોજી હતી જોકે સભામાં સમાજની વાતચીત કરી હતી સાથે જ પ્રતિમા બનાવવા માટે ભંડોળ એક કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ શરૂઆત જ સી આર પાટીલે 11 લાખ રૂપિયા આપી કરી હતી. ત્યારબાદ અલગ અલગ સમાજના અને શ્રેષ્ઠિઓ પાસેથી પણ દાન મેળવ્યું હતું એટલે કે પ્રતિમા બનાવવા માટે 60 થી 65 લાખ રૂપિયા જેટલું ભંડોળ એકઠું કરી આપ્યું હતું.
આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!